મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૌજ્ન્ય મૂલાકાત સલ્તનત ઓફ ઓમાનના ભારતીય રાજદૂત શ્રીયુત મુનુ મહાવરે શુક્રવારે ગાંધીનગરમાં લીધી હતી.
મુખ્યમંત્રીની સાથે આ મૂલાકાત બેઠક દરમ્યાન તેમણે ઓમાન ગુજરાત વચ્ચે પરસ્પર રોકાણોની સંભાવનાઓ અંગે ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રીએ માઇનીંગ સેકટર તેમજ એગ્રીકલ્ચર સેકટરના ઉત્પાદનોની આપસી નિકાસ અને પોર્ટ સેકટરમાં સહભાગીતા બાબતે ઓમાનના ભારતીય રાજદૂત સાથે પણ વિચાર-વિમર્શ કર્યો હતો. શ્રીયુત મુનુ મહાવર ભારત દર્શન અર્થે ગુજરાતના દ્વિદિવસીય પ્રવાસે આવેલા છે. મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ. કે. દાસ, ઊદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્મા, ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. રાજકુમાર બેનિવાલ પણ આ વેળાએ જોડાયા હતા.