૬૭ વર્ષીય રિશી કપૂરનું ગુરુવાર (૩૦ એપ્રિલ)ના રોજ સવારે આઠ વાગીને ૪૫ મિનિટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેન હોસ્પિટલમાં નિધન થયું ગયું હતું. અમિતાભ બચ્ચને તેમના નિધનની પુષ્ટિ કરી હતી. રિશી કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. તેમને ચેસ્ટ ઈન્ફેક્શન, શ્વાસ લેવામાં તકલીફ તથા તાવને કારણે ૨૯ એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને ૮.૪૫ વાગે મૃત ઘોષિત કરવામાં આવ્યા હતાં. તેઓ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્સરની સારવાર કરાવીને પરત ફર્યાં હતાં.
પૃથ્વીરાજ કપૂરના પૌત્ર તથા રાજકપૂરના દીકરા
ચિંટુના નામથી લોકપ્રિય રિશીનો જન્મ ચાર સપ્ટેમ્બર, ૧૯૫૨માં મુંબઈના ચેમ્બુરમાં થયો હતો. તેઓ રાજ કપૂરના બીજા નંબરના દીકરા તથા પૃથ્વીરાજ કપૂરના પૌત્ર હતાં. તેમણે મુંબઈની કેમ્પિયન સ્કૂલ તથા અજમેરની મેયો કોલેજમાંથી ભાઈઓ સાથે અભ્યાસ કર્યો હતો. રણધીર કપૂર મોટા ભાઈ તથા રાજીવ કપૂર નાના ભાઈ છે. આ વર્ષે ૧૪ જાન્યુઆરીએ તેમની બહેન રીતુ નંદાનું નિધન થયું હતું.
ઋષિ કપૂરની ફિલ્મીયાત્રા
રિશી કપૂરે ૧૯૭૦માં રિશીએ પિતાની ફિલ્મ મેરા નામ જોકરથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં પિતાના નાનપણનો રોલ પ્લે કર્યો હતો. રિશીએ ૧૯૭૩માં બોબીથી કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૭૩-૨૦૦૦ સુધી ૯૨ ફિલ્મ કરી હતી અને તેમાં રોમેન્ટિક હીરનો રોલ પ્લે કર્યો હતો. તેમણે સોલો લીડ એક્ટર તરીકે ૫૧ ફિલ્મમાં કામ કર્યું હતું. તેઓ પોતાના સમયના ચોકલેટી હીરો હતાં. પત્ની નીતુ સાથે ૧૨ ફિલ્મમાં કામ કર્યું હતું.
૧૯૯૮માં તેમણે આ અબ લૌટ ચલેને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં અક્ષય ખન્ના તથા ઐશ્વર્યા રાય હતી. તેમણે અગ્નિપથમાં નેગેટિવ રોલ પ્લે કર્યો હતો અને તેમને વિલન તરીકે જોઈને ચાહકો હેરાન રહી ગયા હતાં. આ ફિલ્મ માટે તેમને આઈફા બેસ્ટ નેગેટિવ રોલનો અવોર્ડ મળ્યો હતો.
અંતિમ સમય સુધી હોસ્પિટલમાં ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટાફનું મનોરંજન કર્યું હતું
રિશી કપૂરનું ૩૦ એપ્રિલના રોજ નિધન થયું હતું. બે વર્ષથી કેન્સર સામે લડતા રિશીનું ૩૦ એપ્રિલે સવારે ૮.૪૫એ નિધન થયું હતું. પરિવાર તરફથી શોક સંદેશ જાહેર કરવામાં આવ્યો હતો. અંતિમ સમય સુધી તેમણે ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટાફનું મનોરંજન કર્યું હતું.
કપૂર પરિવાર તરફથી જાહેર કરવામાં આવેલા શોક સંદેશમાં કહેવામાં આવ્યું છે, લ્યૂકેમિયા સામેની બે વર્ષની લડાઈ બાદ આજે ૮.૪૫ વાગે અમારા પ્રિય રિશીનું નિધન થયું. હોસ્પિટલના ડોક્ટર્સ તથા મેડકિલ સ્ટાફે કહ્યું હતું કે તેમણે અંતિમ સમય સુધી મનોરંજન કર્યું હતું. તેઓ જિંદાદિલ હતાં. બે દેશોમાં બે વર્ષની સારવાર બાદ પણ તેઓ પૂરી દ્રઠ ઈચ્છાશક્તિ સાથે જીવન જીવતા રહ્યાં.
કેન્સર દરમિયાન રિશીનું ફોકસ હંમેશાં પરિવાર, મિત્ર, ભોજન તથા ફિલ્મ પર જ રહ્યું. આ સમય દરમિયાન તેમને મળવા આવનાર દરેક વ્યક્તિ એ વાતથી હેરાન હતી કે તેમણે પોતાની બીમારી દરમિયાન કેવી રીતે પરિવાર, મિત્રો, ભોજન તથા ફિલ્મથી પોતાની જાતને દૂર થવા દીધી નથી.
તેઓ પોતાના વિશ્વભરના ચાહકોના પ્રેમ માટે આભારી હતાં. રિશીના નિધન બાદ ચાહકો સમજશે કે તેમને એક હાસ્ય સાથે યાદ કરવામાં આવે, નહીં કે આંસુઓ સાથે.
વ્યક્તિગત નુકસાનની આ ઘડીમાં અમે પણ સમજી છીએ કે દુનિયા ઘણી જ મુશ્કેલીમાં પસાર થઈ રહી છે. જાહેરમાં ભેગા થવા પર અનેક પ્રતિબંધો છે. અમે તેમના અનેક ચાહકો તથા શુભેચ્છો અને પરિવારના મિત્રોને અપીલ કરીએ છીએ કે તેઓ કાયદાનું સન્માન કરે. બીજો કોઈ વિકલ્પ નથી.
ઋષિના નિધનથી હૂં તૂટી ગયો: અમિતાભનું ટવીટ
બોલીવુડના ખ્યાતનામ અભિનેતા રિશીકપૂરના અવસાનથી લાખો ચાહકો શોકમાં ગરકાવ થઈ ગયા છે. આજે રિશી કપૂરના અવસાનના સમાચાર અમિતાભ બચ્ચને ટવીટરના માધ્યમથી આપ્યા હતા. તેમણે લખ્યું હતુ કે, તે ગયો, રિશી કપૂર ગયો, હમણા જ તેમનું નિધન થયું, હું તુટી ગયો છું.
બોબી ફિલ્મ બાદ ‘બોબીબાઈક’ની બોલબાલા થઈ ‘તી
જાણીતી અભિનેત્રી નિતુ સિંઘ સાથે ૧૯૮૦માં લગ્ન કર્યા હતા. તેમના પરિવારમાં રણધીર કપૂર, રીધ્ધીમાકપૂર છે. તેમણે બોલીવુડમાં ફિલ્મ ફેર એવોર્ડ બેસ્ટ એકટર-ફિલ્મ ફેર ફોર બેસ્ટ સપોટીંગ એકટરનો એવોર્ડ મળ્યો હતો.
રાજકપૂરને પાંચ સંતાનોમાં ત્રણ પુત્રો રણધીરકપૂર, ઋષીકપૂરને રાજીવ કપૂર અને બે પુત્રી રીતુ અને રીમા હતી.
તેમની બે બાયોગ્રાફી ‘ખૂલ્લંમ ખૂલ્લા’ અને ‘ઋષિકપૂર અનસેન્સર્ડ’ બૂક સ્વરૂપે બહાર પડી હતી. છેલ્લા દોઢ વર્ષથી ન્યુયોર્કમાં તે કેન્સરની સારવાર કરાવતા હતા. તેઓ માત્ર ૨૦-૨૨ વર્ષે ફિલ્મો હિટ થવાથી સ્ટાર બની ગયા હતા.
છેલ્લે તેમણે ‘૧૦૨ નોટ આઉટ ફિલ્મમાં અમિતાભ સાથે અભિનય આપ્યો હતો. કપૂર ખાનદાનમાં શશીકપૂર, શમ્મીકપૂરની જેમ ઋષીકપૂરનુ શરીર પણ ‘મોટાપા’નો શિકાર બની ગયો હતો.
ટ્રિગર ખીંચ, મામલા મત ખીંચ
ડી-ડે ફિલ્મનો ‘ટ્રિંગર ખીયચ, મામલા મત ખીચ’ સંવાદ છેલ્લા ૪૮ કલાકમાં ફિલ્મ જગતે ગુમાવેલા બે અણમોલ કલાકારોની પળે પળે યાદ અપાવશે ગઈકાલે ઈરફાન ખાનના અવસાન બાદ આજે રિશીકપૂર પણ નિધન થતા લાખો ચાહકો દુ:ખી થયા હતા. બંને કલાકારોએ ચાહકોને પોતાના શ્રેષ્ઠ અભિનયથી લાખો ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા.