થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે આજરોજ મોરબીના સનાળા ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં બહેનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી ઇતિહાસ રચ્યો હતો.
ઓમ શક્તિ ગ્રુપ સનાળા દ્વારા સ્વ.સુખુભા શિવુભા ઝાલાના સ્મરણાર્થે આજે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી થેલેસેમિયાના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં સવારથી સ્વયંભૂ રીતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડી રક્તદાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ રક્તદાન કેમ્પમાં ક્ષત્રિય સમાજના બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી ઇતિહાસ સર્જી દીધો હતો.
વધુમાં સાંજે પાંચ વાગ્યા સુધી અવિરત પણે ચાલનાર આ કેમ્પમાં મોટાપ્રમાણમાં રક્ત એકત્રિત થનાર હોવાનો આશાવાદ આયોજકોએ વ્યક્ત કરી રક્તદાન શિબિરમાં એકત્રિત થયેલ રક્ત થેલેસેમિયા દર્દીઓને ઉપયોગમાં લેવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.