એકદંતાય વક્રટુંડાય શ્રી ગણેશાય ધીમહી ના શ્ર્લોક સાથે શહેરીજનો ગણપતિ બાપાની ભકિતમાં તલ્લીન થયા છે ત્યારે ગણેશોત્સવના પંડાલોમાં અનેક વિધ સ્પધાઓ, લોકસંસ્કૃતિના કાર્યક્રમો તો કયાંક છપ્પનભોગ સહીતના આયોજન કરવામાં આવી રહ્યા છે.2 72 ગજાનન  ગણપતિ બાપાના દરબારમાં હજારોની સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. અને ઠેર ઠેર સ્થળોએ પ્રસાદોનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.3 53 જેમાં ચંપકનગર કા રાજા, પંચનાથ કા રાજા, યાજ્ઞીક રોડ કા રાજા, જ્ઞાનજીવન કા રાજા, હરીઘવા  રોડ કા રાજા સહીતના ગણેશોત્સવમાં શ્રઘ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા.4 37રાજકોટમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવ ઉત્સાહ ભેર ઉજવાઇ રહ્યો છે ત્યારે રાજકોટનાં હરિઘવા રોડ પર પણ ભવ્યાંતી ભવ્ય ઉજવણી થઇ રહી છે.7 22

મનોજકુમાર રમેશચંદ્ર જાનીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ ગણેશ ઉત્સવનું આયોજન સતત ત્રણ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. મુખ્ય આયોજક ભરતભાઇ નીલાધરભાઇ મીરાણી સપના સોળા ગ્રુપ તરફથી થાય છે.6 17આ આયોજન કોઇપણ પ્રકારના ફંડ ફાળા વગર કરવામાં આવ્યું છે. માત્ર ને માત્ર જે ભકતજનો આવે છે તેઓ ભગવાનના દર્શન અને પુજાના લાભ લે તેવો જ આશય છે. ગણેશઉત્સવ હવે ખુબ જ જુની પરંપરા છે.કાર્યક્રમ કરવામાં આવતા હોય છે.5 23ગણેશ ઉત્સવના છઠ્ઠા દિવસે ૫૬ ભોગ એટલે કે ૧૦૮ પ્રકારના ભોગ ભગવાનને ધરવામાં આવ્યા છે. સાથો સાથ દિપમાળા પણ કરવામાં આવી હતી.

આવતીકાલે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે લોકો આવે છે તેઓ દર્શનનો લાભ તો લે જ છે સાથો સાથ તેમને મોદકની પ્રસાદી આપવામાં આવે છે ઉપરાંત સાંજના સમયે લાઇવ સ્ટીમ ઢોકળાના નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.