રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરશનના સાથ સહકારથી છેલ્લા છ વર્ષથી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરી દ્વારા રાજકોટમાં આવેલી વિવિધ દીવાલો પર સુંદર ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી તેર હજારથી પણ વધુ ચિત્રો બનાવવામાં આવ્યું છે. આશરે એક હજાર જેટલા કલાકારો નિ:સ્વાર્થ ભાવે આ અભિયાનમાં જોડાયેલા છે.
રાજકોટ ઉપરાંત જામનગર, દ્વારકા, ઓખા, શિવરાજપુર બીચ, સુરેન્દ્રનગર, વાંકાનેર, જસદણ અને અમદાવાદની સાબરમતી જેલની દીવાલ પર આ કલાકારો એ ચિત્રો બનાવી રાજકોટને ગૌરવ અપાવ્યું છે.
તાજેતરમાં જાપાન દેશમાં ટોક્યો શહેરમાં યોજાયેલ ઓલિમ્પિક ખેલમાં સાત મેડલ મેળવી, આપણા ખેલાડીઓએ ભારત દેશને ગૌરવ અપાવ્યું છે. આ ખેલાડીઓને બિરદાવવા માટે કિસાનપરા ચોક ખાતે ચિત્રનગરીના કલાકારો દ્વારા આ સાત ખેલાડીઓના ચિત્રો બનાવવામાં આવેલ છે. આ પ્રસંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ડો.પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર ભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા હાજર રહેલ.
ચિત્રનગરીના કલાકાર રૂપલબેન સોલંકી, રાજભા જાડેજા, રમેશભાઈ મુંધવા, સુધીરભાઈ ગોહિલ, શિવમ અગ્રવાલ, જય દવે, શક્તિરાજ જાડેજા, અદિતિ સાવલિયા, સિદ્ધાર્થ હરિયાની, સમર્થ હરિયાની, કેશવી ઠાકર દ્વારા આ ચિત્રો બનાવવામાં આવેલ.
ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા, સુરેશ રાવલ, રશેષભાઈ વ્યાસ, મુકેશભાઈ વ્યાસ, મૌલિક ગોટેચા, જયશ્રીબેન રાવલ, ગૌરવ ખીરૈયા, સીમાબેન અગ્રવાલ, હેમાબેન વ્યાસ સહિતના કમિટી સભ્યોએ જહેમત લીધી હતી.