200 એકરમાં ચાર હજાર કરોડથી વધુના ખર્ચે વિવિધ સ્પોર્ટ્સ ફેસિલિટીની સાથે ટ્રેનિંગ ફેસીલીટી પણ ઉભી કરવામાં આવશે
2036 માં ઓલમ્પિકની મેરબાની કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ ની બાજુમાં આવેલા બોપલ મા ઓલમ્પિક ગામડું ઉભું કરવામાં આવશે જે અંગે મંજૂરીની મોહર પણ આપવામાં આવેલી છે. 200 એકર માં ઊભું કરનારું ઓલમ્પિક ગામડું સંપૂર્ણ ફેસીલીટી ની સાથોસાથ ટ્રેનિંગ ફેસીલીટી થી સજ્જ હશે જેના માટે સરકાર ચાર હજાર કરોડથી પણ વધુનો ખર્ચ કરશે. આ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનવા માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવશે અને સરકારે પણ વિવિધ પોર્ટ એપાર્ટમેન્ટ બનાવવાનું નિર્ધારિત પણ કરી દીધેલું છે. આ વાતને ધ્યાને લઇ અમદાવાદ કલેકટર દ્વારા પણ વિવિધ ટીપી સ્કીમો ને ઝડપથી અમલી બનાવવા માટે પ્લોટના માલિકો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે જેથી કામ ઝડપભેર શરૂ કરવામાં આવે. બોપલ પાસે આવેલા મનિપુર-ગોધાવી વચ્ચે ઓલમ્પિક ગામડું ઊભું કરાશે.
ઓલમ્પિક ને સફળ બનાવવા માટે અને ઐતિહાસિક ઘટનાને સાક્ષી બનવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે ત્યારે 200 એકર માં જે ઓલમ્પિક ગામડુ ઉભુ કરવામાં આવશે તેને સંપૂર્ણ જ બનાવાશે અને ઓલમ્પિક રમતો સરળતાથી રમાડી શકાય તેવી વ્યવસ્થા પણ ઉભી કરાશે. અગાઉ સરકાર તરફથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના પરિસરમાં જ ગેમ્સ વિલેજ અને ખેલાડીઓ માટે અપાર્ટમેન્ટ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. પરંતુ મોટેરા-કોટેશ્વર તેમજ સાબરમતી વિસ્તારમાં ટીપી સ્કીમમાં ફેરફાર થવાને કારણે પ્લોટના માલિકો સાથે વાતચીત કરવામાં સમય લાગી શકે છે. માટે તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, મણિપુર-ગોધાવી ખાતે આ ઓલિમ્પિક વિલેજ તૈયાર કરવામાં આવે.
ઓડાના એક અધિકારીએ જણાવ્યું કે, ટીપી સ્કીમ 429 તેમજ તેની આસપાસની જમીન સહિતની 400 હેક્ટર જમીન પર અમે ડેવલપમેન્ટ પ્લાન્સ ઈશ્યુ કરવાનું બંધ કરી દીધું છે. સ્પોર્ટ્સ વિલેજ તૈયાર થઈ શકે તે માટે અમે આ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારની યોજના એવી છે કે ઓલિમ્પિક્સ સમાપ્ત થઈ જાય પછી ખેલાડીઓ માટે તૈયાર કરવામાં આવેલા આ અપાર્ટમેન્ટને વેચી દેવામાં આવશે. એક અંદાજ અનુસાર દેશ-વિદેશના કુલ 12,500 મહેમાનો તેમાં ભાગ લેશે. વર્ષ 2036માં ઓલિમ્પિકનું આયોજન અમદાવાદમાં થાય તે આશા સાથે સરકાર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
બોપલ પાસે આવેલા મણિપુર-ગોધાવી ખાતે 200 એકર જમીનમાં ઓલિમ્પિક વિલેજ તેમજ ટ્રેનિંગ સેન્ટર્સ શરુ કરવાની યોજના ઓડા ધ્વારા તૈયાર કરવામાં આવી છે. ખેલાડીઓ માટે લગભગ 3000 અપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવશે. આ સિવાય જીમ અને પાર્કિંગની પણ પૂરતી વ્યવસ્થા હશે.