ઓટીપી કે અન્ય સંવેદનશીલ માહિતી ફોન કરનાર વ્યકિતને ન આપવા તાકીદ

દેશ અને દુનિયા જે રીતે ડિજિટલ તરફ અગ્રેસર થઈ રહી છે ત્યારે ઓનલાઈન ફ્રોડોની પણ સંખ્યા અનેકગણી વધી ગઈ છે. લોકોને કેવી રીતે છેતરવા તે તમામ મુદાઓને ધ્યાને લઈ ફ્રોડ આચરવામાં આવે છે જે ઘટના દિન-પ્રતિદિન વધતી જોવા મળે છે એવી જ રીતે ઓએલએકસ અને કવીકર ઉપર કોઈપણ વ્યકિત છેતરપિંડીનો ભોગ બની શકે છે ત્યારે કેવી રીતે બચી શકાય તે જાણવું અત્યંત જરૂરી છે અને પહેલા તો એ વાત સમજવી જરૂરી છેકે, કેવી રીતે ઓનલાઈન એટલે કે ઓએલએકસ, કવીકર જેવા માધ્યમો પર છેતરપિંડી થતી હોય છે.

– ઓએલએકસ અથવા કવીકર ઉપર જો તમે જાહેરાત મુકો છો તો ત્વરીત જ તે જાહેરાતમાં રસ ધરાવતા વ્યકિતનો ફોન કોલ તમારા ઉપર આવશે. આ પ્રકારની ઘટના અનેકવિધ ઘટતી હોય છે.

– જે વ્યકિતનું જાહેર ખબર જોયા બાદ ફોન આવે છે તે વ્યકિત ભાવમાં સહેજ પણ ફેરફાર કરતો નથી જે એક શંકા પણ ઉદભવિત કરે છે. જાહેરાતમાં મુકવામાં આવેલ કોઈપણ ભાવ જે-તે ખરીદનાર ગ્રાહ્ય રાખે છે.

– ઘણી વખત જે-તે જાહેરાત માટે અનેકવિધ પ્રકારનાં અનેકવિધ લોકોનાં ફોન આવતા હોય છે કે જે વસ્તુની ખરીદી જાહેર કરેલા ભાવથી બમણા ભાવમાં લેવાનું પણ કહેતા હોય છે.

– જે વ્યકિતનો ફોન કોઈ એક વસ્તુ ખરીદવા માટેનો આવ્યો હોય તો તે યુપીઆઈ અથવા ગુગલ-પે અથવા ફોન-પે મારફતે બુકિંગ અમાઉન્ટ ટ્રાન્સફર કરે છે.

– આ તમામ મુદાઓ બાદ ફ્રોડ કરનાર લોકો એક એવો એસએમએસ જે-તે વ્યકિતને મોકલે છે કે જેને જોયા વગર જાહેર ખબર મુકનાર વ્યકિતનાં રૂપિયા ફ્રોડનાં ખાતામાં ચાલ્યા જાય છે જેમાં કોલ કરવાવાળો વ્યકિત નાણા મોકલવાનાં બદલે જાહેર ખબર મુકનાર વ્યકિત પાસે નાણા લેવા માટેની રીકવેસ્ટ મોકલતો હોય છે.

– સરકાર દ્વારા આ તમામ મુદાઓથી લોકો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સુચવે છે કે, જે ઓટીપી નંબર જાહેર ખબર મુકનાર વ્યકિતને આપવામાં આવે તો તે ઓટીપી કોઈ વ્યકિતને ન દેવા પણ જણાવાયું છે.

– સરકારનાં જણાવ્યા મુજબ કોઈપણ ચીજ વસ્તુઓને બુક કરવા માટે પ્રાયર ઓનલાઈન પેમેન્ટ ન કરવા પણ જણાવવામાં આવ્યું છે.

જો લોકો આ તમામ મુદાઓને ગંભીરતાપૂર્વક સમજે તો તેમની સાથે થતા ફ્રોડમાંથી તેઓ બચી શકે છે અને તેઓ અન્યને પણ છેતરપિંડીનો ભોગ બનતા રોકી શકે છે માત્ર જરૂર છે સતર્કતાની અને કોઈપણ પ્રકારનાં ફ્રોડ ઈ-મેઈલ કે મેસેજ ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરે તે પણ એટલું જ જરૂરીયાતભર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.