જુના ‘ભાડા’ના પુન: રજીસ્ટ્રેશન માટે સવાસો ટકાથી વધુ વસુલવા દરખાસ્ત કરાઇ
હવે ભારતમાં પણ જુના વાહનોનો વપરાશ અને જાળવણી વધુ મોંધી થવા જઇ રહી છે. માર્ગ અને પરિવહન મંત્રાલયે તૈયાર કરેલી નવી દરખાસ્તમાં ૧૫ વર્ષ જુના ખાનગી અથવા કોર્મશીયલ વાહનો પર ટેકસનું ભારણ વધારવા અને જુના વાહનોને કબાડખાનામાં મોકલી દેવાની દરખાસ્તને સરકારની મંજુરી આપવામાં આવી છે. આ દરખાસ્તમાં જુના ખાનગી વાહનોના પુન: રજીસ્ટ્રેશન માટે રપ ગણી વધુ ફીની જોગવાઇ અને વાર્ષિક ફિટનેશ ટેસ્ટની ફી અત્યારે જે ફી વસુલવામાં આવે છે તેનાથી સવાસો ટકા વધુ વસુલવાની દરખાસ્ત કરવામાં આવી છે.
માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા વિવિધ વિભાગોમાંથી મંગાવેલામાં આવેલા સુચનો અને દરખાસ્તોને આધારે ર૦ર૦થી નવી નીતી તૈયાર કરીને દેશમાં વધુને વધુ સ્કેપિઝ કેન્દ્રો ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરખાસ્તે અત્યારે રી રજીસ્ટ્રેશનની ફી ર૦૦ રૂપિયા વસુલવામાં આવે છે તેના બદલે હવે ૧૫ વર્ષ જુના ખટારા અને બસના રીજીસ્ટ્રેશન માટે ૨૫૦૦૦ રૂપિયા લેવામાં આવશે. આજ રીતે મોટર, ટેકસી, મીની ટ્રકના ફિટનેશ ટેસ્ટની ફી અનુક્રમે ૧૫૦૦ થી ૨૦,૦૦૦ કરવામાં આવશે. વળી નિયમ મુજબ કોર્મશીયલ વહાનોને દર વર્ષે ફીટનેશની આવશ્યકતા હોય છે. સુત્રોએ જણાવ્યું છે માર્ગ પરિવહન મંત્રાલયે વાહનો ના ફીટનેશ આયામોને ચોકસાઇથી અમલીય બનાવવા અને વાહનોનું આયુષ્ય અને રસ્તા ઉપર ચાલવા માટેની એક નિશ્ચિત મર્યાદા નકકી કરવાનું કર્યુ છે. નવી કોર્મશીયલ વાહનોના રજીસ્ટ્રેશન માટે કોઇ વધારો નથી. જયારે ખાનની વાહનોના કિસ્સામાં ૧૫ વર્ષ જુના વાહનો માટે માત્ર રી-રજીસ્ટ્રેશન ફી વધારવામાં આવી છે. આવા વાહનોના ફીટનેસ રજીસ્ટ્રેશન માટે કોઇ વધારાનો ચાર્જ સુચવામાં આવ્યો નથી. આ દરખાસ્ત ટુ વ્હીલ અને થ્રી વ્હીલના વાહનો માટે અત્યારે ૩૦૦ રૂા ની જગ્યાએ અનુક્રમે ર૦૦૦ કે ૩૦૦૦ રૂા. કરવામાં આવશે. જુની મોટરો માટે અત્યારે રી-રજીસ્ટ્રેશન ની ફી અત્યારે ૬૦૦ રૂા. છે. નવા નિયમ મુજર તે વધારીને ૧૫૦૦૦ રૂા કરવામાં આવશે. જુનાખાનગી વાહનોનું રીન્યુ રજીસ્ટ્રેશન પાંચ વર્ષ માટે માન્ય રહેશે દર પાંચવર્ષ તે વાહન માલીક રીન્યુ કરાવી શકશે.કેન્દ્રીય વાહન મંત્રાલય દ્વારા જુના વાહનો ભાંગવા સામે લોકોને ખાસ રાહતો આપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. જુના વાહનો ભંગાવનારને નવા વાહનના રજીસ્ટ્રેશન માટે ખાસ રાહતની જોગવાઇ સુચવવામાં આવી છે. અને સાથે સાથે વાહન બનાવનાર કંપનીને પણ જુના વાહનો ભંગાવીને નવા ખરીદનાર ગ્રાહકોને ખાસ પ્રકારની રાહ આપવાની જોગવાઇ સાથે કંપનીને વાહનનાં વેચાણ સાથે પ્રોત્સાહિત કર્યા છે.
ભારત અને ખાસ કરીને ગુજરાતના લોકો જુના વાહનો પ્રત્યે લગાવ રાખવામાં મોખરે હોય છે. બાપે લીધેલી બાઇક કે મોટર દિકરા અને પોતરા સાચવવામાં ગૌરવ સમજે છે હાલમાં પણ ઘણાં એવા પરિવારો છે કે જે જુના જમાનાની લેમરોટો , જાવા, રાજદુત, સુવેગા જેવી બાઇક મોપેડ, અને મોટરમાં મોરિસ, ડોઝફોર્ડ હિલમેન અને ફિયાટ, એમ્બેસેડર અને જીપ જેવા જુના વાહનોને અમુલ્ય વિરાસત તરીકે સાચવી રહ્યા છે. આવા જુના વાહન શોખીનોને આ વિરાસત સાચવવા માટે સોના જેવું મુલ્ય બીજા શબ્દોમાં કહીએ તો ૧પ વર્ષ જુનાના વાહનોના ભાઠા સાચવવા માટે મોટી કિંમત ચુકવવી પડશે.