નીટ-૨૦૧૮ માટે ઓફીસીચાલ વેબસાઇટ પર નોટીફીકેશન રીલીઝ થઇ ગયા છે. જેના ઓનલાઇન ફોર્મ ભરવાનું આજથી શરુ થઇ ગયું છે. જે વિઘાર્થીઓ નીટ આપવા ઇચ્છતા હોય તેઓ નીટ યુજી ૨૦૧૮ વેબસાઇટwww.cbseneet.nic,in પર જઇ ફોર્મ ભરી શકશે.
ઉલ્લેખનીય છે કે મેડીકલ અને ફેન્ટલ કોર્ષ માટે કોલેજોમાં પ્રવેશ મેળવવા નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રસ ટેસ્ટ- નીટ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન સીબીએસઇ દ્વારા લેવામાં આવે છે. નીટની પરીક્ષા આગામી ૬ મેના રોજ યોજાનાર છે. જેની ઓનલાઇન એપ્લીકેશન પ્રોસેસ શરુ થઇ ગઇ છે. અને ૯ માર્ચ ૨૦૧૮ સુધી ફોર્મ ભરી શકાશે. આ ઉપરાંત ફોર્મ ભરતી વેળાએ આધાર નંબર અનિવાર્ય છે.
જો કે જમ્મુ-કાશ્મીર, આસામ અને મેધાલયમાં આધારનંબરથી હાલ છુટ અપાઇ છે તો એનઆરઆઇને ફોર્મ માટે આધારના બદલે પાસપોર્ટ નંબરનો વિકલ્પ અપાયો છે.
સામાન્ય વર્ગના રપ વર્ષથી વધુ ઉમરના વિઘાર્થી નીટ નહી આપી શકે. તેમજ ધોરણ ૧૦-૧૨ ઓપન સ્કુલમાંથી પાસ કર્યુ હોય એવા પ્રાઇવેટ કેન્ડીડેટસ પણ નીટ આપી શકશે નહી. આ ઉપરાંત ધોરણ ૧૦-૧૨ માં બાયોલોજી- બાયો-ટેકનોલોજીના અભ્યાને એડીશનલ રાખનારા વિઘાર્થીઓ પણ નીટ આપવા સક્ષમ નથી તેમ સીબીએસઇના નોટીફીકેશન સુચવે છે.
નીટને લઇ મહત્વની વિગતો
-૯ ફેબ્રુઆરી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ
-૯ માર્ચ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
-૧૦ માર્ચ પરીક્ષા ફી જમા કરાવાની છેલ્લી તારીખ