ઘરડા એટલે ઘરના વડા: જે પરિવાર વૃઘ્ધોની લાગણી સમજે તે તરી જાય
વૃઘ્ધા અવસ્થામાં ખાસ કરી જ્ઞાનેન્દ્રીયને લગતી સમસ્યા વધુ જોવા મળે છે
‘અબતક’ ના લોકપ્રિય કાર્યક્રમ આયુર્વેદ આજે નહિ તો કયારે ?? માં વૃઘ્ધાવસ્થામાં સર્જતી તકલીફોમાં તે શા કારણેથી થાય છે. તેની વિશેષ માહીતી રાજકોટ વૈદ્યસભાના ડો. કેતન ભીમાણી અને ડો. પુલિકત બક્ષી વૃઘ્ધાવસ્થામાં થતી સમસ્યા વિશે વિશેષ માહીતી સભર આ કાર્યક્રમ બહોળો પ્રતિસાદ મળ્યો છે. તેનો ટૂંકો અહેવાલ અહીં રજુ કર્યા છે.
પ્રશ્ન:- વૃઘ્ધા અવસ્થામાં સમસ્યા વધારે છે એનું શું કારણ છે ?
જવાબ:- વૃઘ્ધા અવસ્થામાં સમસ્યા દેખાવાનું કારણ સમયની સાથે સાથે શરીરના અંગો અને હાડકાનો વિકાસ અટકે છે. અને ઘસારો લાગે છે તેમજ વૃઘ્ધા અવસ્થામાં વાયુદોષ વધારે રહે છે. એટલે વૃઘ્ધા અવસ્થા સમસ્યાનું પ્રમાણ વધારે થાય છે.
પ્રશ્ન:- વૃઘ્ધા અવસ્થામાં ખાસ કરી જ્ઞાનેન્દ્રીયને લગતી સમસ્યા વધુ જોવા મળે છે ?
જવાબ:- વૃઘ્ધા અવસ્થામાં વાયુદોષમાં વધુ હોય છે. વાયુ દોષને કારણે શુષ્કતા આવે તેમને જ્ઞાનેન્દ્રીયને લગતી સમસ્યા વધુ જોવા મળે છે.
પ્રશ્ન:- વૃઘ્ધા અવસ્થામાં ખાસ કરી ઘુંટણની તકલીફ વધારે જોવા મળે છે.
જવાબ:- વૃઘ્ધાવસ્થા દરમિયાન સાંધાના વાત કરીએ ત્યારે ખાસ કરી બેસવા-ઉઠવાની રીતે વધતી ઉંમરની સાથે વજન વધુ હોવું એ પણ સાંધાના સમસ્યા તેમજ ડાયાબીટીસ, હ્રદય, ફેફસા અને પ્રકારના રોગ થાય છે અને ખોરાકની રીતીભાતમાં ફેરફાર કરવાથી પણ સાંધા સમસ્યા સર્જયા છે.વૃઘ્ધાવસ્થામાં માલિક કરવાથી સ્નાયુ અને સાંધા ધસાતા બચાવી શકે છે.
પ્રશ્ન:- વૃઘ્ધાવસ્થા દરમ્યાન પાચન પ્રક્રિયાની સમસ્યા વધારે જોવા મળે છે તેનું શું કારણ હોય શકે.
જવાબ:- વૃઘ્ધાવસ્થા દરમ્યાન દાંત અને લાળગ્રંથી નબળી બની જાય છે. એટલે તેમને પાચન પ્રક્રિયા સમસ્યા જોવા મળે છે.
પ્રશ્ન:- વૃઘ્ધાવસ્થા દરમ્યાન વૃઘ્ધોમાં જીદીપણું વધારે જોવા મળે છે.
જવાબ:- વૃઘ્ધાવસ્થામાં સ્ત્રીઓ મનોપોઝમાં આવે છે. ત્યારથી જીદીપણું આવે છે તેમજ પુરુષમાં પણ તેના સ્નાયુ નબળા થવાને કારણે જીદીપણુ આવે છે ઉમરના સાથે સાથે આશા અપેક્ષા આકાંક્ષામાં ઘટાડો કરવો જોઇએ.
પ્રશ્ન:- વૃઘ્ધાવસ્થામાં હતાશાપણુ વધુ દેખાય છે તે શેના કારણે છે.
જવાબ:- વૃઘ્ધાવસ્થામાં શરીર સાથ નથી દેતુ તેના કારણે તે પોતાનચા ધાર્યુ કામ કરી શકતા નથી તેને કારણે હતાશાપણું જોવા મળે છે.