આવારા, બરસાત, મધર ઈન્ડિયા જેવી ફિલ્મોને આજે પણ લોકો તેના શ્રેષ્ઠ ગીતોથી યાદ કરે છે
‘કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન’ કિશોરકુમારે ગાયેલા વર્ષોના ગીત આજે જયારે જુના ગીતોની વાત કરીએ ત્યારે અચુક ઉલ્લેખ થાય છે. રાજકપુરની ફિલ્મ ‘બરસાત’ તેના એવર ગ્રીન ગીતોને કારણે સુવિખ્યાત થઈ હતી. રાજકપુરે તેની ફિલ્મોના ગીતોની માવજત લેતા તેને કારણે આગ, બરસાતે આવારા, મેરા નામ જોકર વિગેરે ફિલ્મો મુકેશના ગીતો, શંકર જયકિશનનો સંગીતને કારણે હિટ બની હતી. ૧૯૫૦ થી ૬૦ના દશકામાં ગીતોને કારણે સિલ્વર જયુબેલી થયેલી ફિલ્મો આજે પણ લોકો યાદ કરે છે. આમ જોઈએ તો ૧૯૬૦ થી ૭૦ દશકો એટલે કે ૫૦ વર્ષ પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ અને કલર ફિલ્મોમાં શ્રેષ્ઠ ગીતો આપણને મળ્યા હતા.
કલાકારોમાં સુનિલ દત, શમ્મી કપુર, રાજ કપુર, રાજેન્દ્રકુમાર, મનોજકુમાર, દેવાનંદ, દિલીપકુમાર, વિશ્ર્વજીત, જોયમુર્ખજી, રાજેશ ખન્ના, રાજકુમાર વિગેરેની ફિલ્મોમાં સુંદર ગીતો જયારે સિનેમા હોલમાં આવતા ત્યારે લોકો તેની સાથે ગાવા લાગતા, પૈસા ઉડાડતા અને એક વાત એટલી સરસ હતી કે ગાયકોનો અવાજ કલાકારો સાથે મેચીંગ થઈ જતા, જેમ કે રાજ કપુરમાં મુકેશના ગીતો ફિલ્મમાં હોય તો આપણને એમ જ લાગે કે એ જ ગાય છે. જુના ફિલ્મોની આ સૌથી સારી બાબત હતી.
મુકેશ, લતા, આશા, રફી, તલત, મન્નાડે, મહેન્દ્ર કપુર, સુધા મલ્હોત્રા, સુમન કલ્યાણપુર જેવા વિવિધ ગાયકો આપણને ૧૯૫૦ થી ૭૦નાં બે દાયકામાં મળ્યા. કિશોરકુમાર ગાયક, અભિનેતા, નિર્માતા, નિર્દેશકની ભૂમિકામાં સુંદર ગીતો સાથે શ્રેષ્ઠ ફિલ્મો ફિલ્મ જગતને આપી તેના ફની સોંગ્સે જમાનામાં મેળામાં વાગતા ઈના, મીના, ડીકા એ તો યુવા વર્ગને ઝુમતો કર્યો હતો. ઝુમ- દુર ગગન કી ર્છાંવ મે જેવી હિટ ફિલ્મો આવી તો બાબુ સમજો ઈશારે જેવી કોમેડી ફિલ્મ ચલતી કા નામ ગાડી આવી. અશોક કુમાર પણ એ જમાના પ્રખ્યાત હતા. રેલગાડી, રેલગાડીનું સુંદર એના અવાજમાં આજે પણ સાંભળો તો મજા પડી જાય.
ગુદત્ત જેવા ફિલ્મ સ્ટાર નિર્માતા તો ભારતીય સિનેમાના માઈલ સ્ટોન ગણાય છે. આરપાર, પ્યાસા, કાગજ કે ફુલ જેવી અનેક ફિલ્મોની સ્ટોરી, ગીતો આજે પણ ઘણા સુચક લાગે છે એ જમાનામાં ગુદતની ફિલ્મો આજના સમયને અનુપ વાર્તા હતી. નિર્માતા બિમલરોયની ફિલ્મ બંદિની, દો બીખા જમીન, મધુમતી જેવી ફિલ્મોએ જમાનામાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતી હતી. તેના ગીતો… સુહાના સફર ઔર યે મોસમ હસી… આજે પણ દાંડીયારાસમાં સંભળાય છે. છેલ્લા ૬૦ વર્ષના ઈતિહાસમાં ૧૯૭૮ સુધીનાં સુંદર શબ્દો, સંગીત, ફિલ્માંકન કે કારણે આજે પણ ગમે છે.
શમ્મી કપુરની લગભગ તમામ ફિલ્મોમાં રફી સાહેબે સુંદર ગીતો ગાયા.. યાહુ જંગલી ફિલ્મનો અવાજ આજે પણ બર્ફીલા પહાડોમાં ગુંજી રહ્યો છે. ઈશારો ઈશારો મેં દિલ લેને વાલ જેવા ગીતો આજે રીમીકસ થઈને ફરી સંભળાવા લાગ્યા છે. હિટ ફિલ્મને હિટ ગીતોમાં વિશ્ર્વજીત પણ મોખરે ગણાય જેમ કે કિસ્મત, નાઈટ ઈન લંડન, કોહરા, બિસસાલ બાદ, મેરે સનમ, શહનાઈ જેવી ફિલ્મોના ગીતો, રોમેન્ટીક ગીતો, યુવાધનને ઘેલુ લગાડેલ હતું. મધર ઈન્ડિયા આજે પણ તમે જોવો તો તમને એમજ લાગે એ મારી તમારીને સૌની વાત છે. દેશ ભકિતનાં વિષય સાથે મનોજકુમારે ભારતના પાત્રથી શહિદ પુરબ ઔર પશ્ર્ચિમ, ઉપકાર, રોટી કપડા ઔર મકાન વિગેરે ફિલ્મો આપી જેમાં મેરે દેશ કી ધરતી જેવા ગીતો આજે પણ લોકમુખે છે એ બધા ગીતો રેડીયો પર વાગતા ત્યારે લોકો ગાવા લાગતા, હાથ પગથી તાલ આપવા લાગતા એજ એ ગીતોની તાકાત હતી. આજે એવું કશું જ નથી તેથી ઓલ્ડ ગોલ્ડ શબ્દો આજીવન રહેશે જ !
આજે પણ લગ્નમાં બાબુલ કી દુવા યે લેતીજા નિલકમલ ફિલ્મનું અચુક સંભળાય જ છે. જોની મેરા નામનું બાબુલ પ્યારે…જેવા ગીતો આજે પણ ગીત રસીયાઓ માટે ઓકિસજન સમા છે. જાને કહા ગયે વો દિન, ઓ જાનેવાલે હો શકે તો લૌટકે આના, યે દેશ હે વિર જવાનો કા, અલ્લાહ તેરો નામ, મોરે પિયા ગયે રંગુન, દિલ તડપ કે તડપ કે, લે ગઈ દિલ ગુડીયા, કહી દિપ જલે કહી દિલ, મેરા જુતા હે જાપાની, કિસી કી મુશકુરા હટો સેહો નિસાર દિલ એક મંદિર હૈ, જબ ચલી ઠંડી હવા… જેવા અનેક ગીતો આજે પણ સાંભળો ત્યારે તમારી આંખ સમક્ષ ફિલ્મ ખડી થઈ જાય છે. દારાસિંગની ફિલ્મ લુટેરાના ગીતોમાં કિસી કો પતા ન ચલે બાલમા પણ હિટ હતા. જોની વોકર ઉપર ફિલ્માંકન થયેલ…સર તો ચકરાયેલ…તેલ…માલીશ જેવા રફીના શ્રેષ્ઠ ગીતો આપણને મળ્યા હતા. એ જમાનામાં સાઈડ કલાકારો ઉપર ફિલ્માંકન થયેલ ગીતો જેમ કે મહેમુદ આઈ.એસ.જોહર જેવા કલાકારોના પણ શ્રેષ્ઠ ગીતો હતા.