સંસ્કૃતિનગરી બરોડાના જૂના એરપોર્ટનો ઉપયોગ હવે નવરાત્રીની ઉજવણી તેમજ બોલીવુડ ફિલ્મના શૂટીંગ માટે થવા જઈ રહ્યો છે. એરપોર્ટ ઓથોરીટીના જણાવ્યા પ્રમાણે બરોડામાં નવુ ઈન્ટરનેશનલ એરપોર્ટ બનતા હવે આ જૂના એરપોર્ટ બિલ્ડીંગનો સદઉપયોગ કરવામાં આવશે. નવરાત્રીના નવ દિવસની ઉજવણીની સાથે સાથે ફિલ્મોનાં શુટીંગ તેમજ કેટલાક ફંકશનોમાં પણ આ એરપોર્ટ ભાડે આપવામા આવશે.

બરોડા એરપોર્ટ ડિરેકટર ચરનસિંહના જણાવ્યા પ્રમાણે ‘અગાઉ પણ આ એરપોર્ટ નો ઉપયોગ જહોન અબ્રાહ્મ અભિનીત બોલીવુડ ફિલ્મ ‘રો’ માટે થઈ ચૂકયો છે. વધુમાં સિંહે કહ્યું કે આ એરપોર્ટનાઉપયોગથી એરપોર્ટ ઓથોરીટીને સારી એવી આવક થશે જોકે ભારત સરકારના માર્ગદર્શન અને સિકયોરીટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. એરપોર્ટમાં ફટાફડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.અને જો સરકારી નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો આયોજનને દંડ ભોગવવો પડશે. એરપોર્ટ ટર્મીનલમાં ચાર સેકશનને ભાડે આપવામાં આવશે. અને તેનું ભાડુ પણ અન્ય ખાનગી સ્થળો કરતા ઓછુ રાખવામા આવ્યું છે. વધુમાં સિંઘના જણાવ્યા પ્રમાણે એરપોર્ટના ૧૦,૦૦૦ સ્કવેર મિટર ગ્રાઉન્ડનું એકમહિનાનું ભાડુ ૨૨૨ ‚ા. પર સ્કવેર મીટર રાખવામાં આવ્યું છે. અને ૧૩૦૦૦ સ્કવેર મીટરમાં ફેલાયેલા એસી હોલનું ભાડુ ૭૮૦ ‚ા. પર સ્કેવર મીટર એક મહિનાનું રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથોરીટી એ નવરાત્રીની ઉજવણીના નવ દિવસ દરમિયાન ખૂલ્લા પ્લોટના ભાડા પેટે ગત વર્ષે એક કરોડ ‚પીયા મેળવ્યા છે. આ બિલ્ડીંગનો ઉપયોગ મોટા એકઝીબીશન અને ફેર માટે પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.