રાજકોટમાં પ૦ વર્ષ જુનુ બસ સ્ટેન્ડ પડીને પાદર બની ચુકયું છે. અને નવા બસ સ્ટેન્ડ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી ર વર્ષમાં રાજકોટને ફોરનના સ્ટેન્ડને પણ આંટી દે તેવું બસ સ્ટેન્ડ મળશે જેમાં મુસાફરોને તમામ પ્રકારની સુવિધા મળી રહેશે.
નવા બસ સ્ટેન્ડમાં અધતન મોલ, સિનેમા ગૃહ, મોટા શો રુમ, પાકિંગની વ્યવસ્થા, ર૩ પ્લેટફોર્મ, નાની મોટી અન્ય દુકાનો ટુંકમાં જરુરીયાત મુજબની તમામ સુવિધા મુસાફરોને મળી રહેશે. ૬ મહિના પૂર્વે જુના બસ સ્ટેન્ડનું સ્થળાંતર કરી રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે હંગામી બસ સ્ટેન્ડ શરુ કરવામાં આવ્યું અને લગભગ હવે ૨૦૨૦ માં રાજકોટના લોકોને નવું એરપોર્ટ જેવું બસ પોર્ટ મળી જશે.