વરંડામાં પડેલ જુના બારી દરવાજા સહિતનો કાટમાળ બળી ને ભસ્મીભૂત
મોરબીના લખધીરવાસ દાણાપીઠ નજીક ખુલ્લા વરંડામાં આગ ફાટી નીકળતા વરંડામાં પડેલ જુના બારી દરવાજાનો કાટમાળ અને એક જૂની રીક્ષા આગની ચપેટમાં આવી જતા તમામ સામગ્રી ભસ્મીભૂત થઈ ગઈ હતી
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી ના લખધીરવાસ વિસ્તારમા દાણાપીઠ નજીક વરંડામાં બંધ પડેલ કેબીનમા અચાનક આગ ફાટી નિકળતા લોકો મા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો કેબીનમા ઓચિંતી આગ લાગતા થોડીવાર માટે નાસભાગ મચી હતી અને નગરપાલીકા ના પાણી ના ટ્રેકટરે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
વરંડામા પડેલ આ કેબીન સિવાય બે જૂની રીક્ષા પડી હતી જેમાંથી એક રિક્ષાને બહાર કાઢી લેવાઈ હતી તેમજ અન્ય રીક્ષા આગના ભરડામા આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી.
જો કે આ જગ્યાએ કોઈ રહેતુ ન હોય સદનસીબે કોઈને પણ ઈજા કે જાનહાની થતા અટકી હતો આ આગ લાગતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.
વરંડામાં લાગેલી આગને કારણે અહીં પડેલા જુના પણ આગમાં ખાખ થઈ ગયા હતા. જો કે નગરપાલિકાના ટ્રેક્ટરોએ આવી અને કાબુ મેળવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.