સામાન્ય રીતે જોઇએ તો સંબંધોને કોઇ પરિભાષામાં જ ન બાંધી શકાય….સંબંધો તો વિહંગમાં મુક્તમને ઉડતા પંખી જેવા હોય છે તેની એક જ શબ્દમાં વ્યાખ્યા આપી શકાય અને એ છે ‘પ્રેમ’….કોઇ પણ સંબંધને એક તાંતણે બાંધવામાં પ્રેમની ભૂમિકા મહત્વની હોય છે. એક સમય હતો જ્યારે પ્રેમ શબ્દનું ખૂબ ઉંચુ મુલ્યા હતું પરંતુ ધીમે-ધીમે આ શબ્દ તો એમ જ રહ્યો પરંતુ તેના મુલ્યમાં બદલાવ આવતો ગયો….એક પ્રેમ હતો જે રાધા અને મીરાએ કૃષ્ણને કર્યો હતો…..અને અત્યારનો પ્રેમ છે જે પળે પળે બદલાતો જાય છે. ત્યારે સંબંધમાં પ્રેમ હોય છે ખરો…?

જીવનના ડગલેને પગલે સંબંધો રચાતા રહે છે અને ટુટતા પણ રહે છે પરંતુ એવા પણ કેટલાંક સંબંધો છે જે જીવનભર સાથ નીભાવે છે. એવો જ સંબંધ એટલે પતિ-પત્નીનો સંબંધ જે લગ્નનાં અટુટ બંધનથી જોડાયેલો હોય છે. જ્યારે બે અજાણ્યા યુવક અને યુવતી એક સાથે જીવવાનો. સુખ દુ:ખમાં સાથ નિભાવવાનાં, વચનો આપે છે ત્યારે એવું જ દર્શાય છે કે રબને બનાદી જોડી….હવે ક્યારેય જુદા જ નહિં થાય ……. એક બીજાને પ્રેમના રંગમાં રંગી જ નાખે છે.

જાણે …..બંને એ સાથે વિતાવેલાં એકાંતની પળો….એકબીજાની યાદમાં વિતાવેલી ઘડીઓ….એકબીજાની રાહ જોવાની અને મળવાની આતુરતા…આ દરેક પરિસ્થિતિને કદાચ શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. પરંતુ એ જે સંબંધની શરુઆતનો સમય છે જ્યારે એકબીજાને ઓળખવાનો, સમજવાનો સમય છે એ જીવનનાં મીઠા સંભારણા સમાન છે અને ક્યારેય ન ભૂલાય તેવો સમય છે.

ત્યારે એકબીજાને સમજી જાય છે ઓળખી જાય છે ત્યારે પણ સંબંધનો એક નવો જ પળાવ આવે છે. જેમાં મીઠા મધુરા ઝઘડા થાય છે એકબીજાને મનામણા પણ થાય છે. અને પ્રેમ તેની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે એકબીજાને સમર્પણ થવાનો પળાવ આવે છે. જેમાં જાણે પ્રેમી પંખીડાની જેમ આખુ ગગન તેના નામે છે અને એ બંને એકબીજામાં તલ્લીન થઇ એકબીજામાં જ જાણે સમાઇ ગયા છે. પ્રેમના આ પળાવ સુધી કદાચ સ્ત્રી હોય કે પુરુષ દરેકના સંબંધોની પરિભાષા કંઇક આ પ્રકારની જ હોય છે. મીઠી…મધુરી….

પરંતુ સંબંધોની પરિભાષામાં  જ સંબંધો ગુંચવાતા જાય છે….ધીમે ધીમે જે મીઠા મીઠા ઝઘડા છે એમાં મનમણાનું પળો તો આવતી જ નથી પરંતુ અહમ તેના શીરે ચડી બોલે છે અને જે સંબંધને પ્રેમના નાજુક બંધનથી જે મજબૂતાઇથી બાંધ્યો હતો તે પ્રેમ જ હવે કદાચ નબળો સાબિત થવા લાગ્યો છે. અને જે મહામૂલી સંબંધોને ઉછેર્યા હતા સમય વિતતા તેમાં કડવાશનાં બીજ પણ રોપાય છે અને જીવનમાં એકબીજાનાં સંગાથનાં મહત્વને ભૂલી એ સંબંધો મામૂલી બનીને રહી જાય છે.

બંનેનું જીવન જાણે રેલના પાટા જેવું થઇ જાય છે જેમાં બંને એકસાથે આગળ તો વધે છે પરંતુ બંને ક્યારેય ભેગા નથી થઇ શકતા….બંનેના સંબંધોની વચ્ચે અહમ નામની દિવાલ જો બની ચુંકી છે…..અને ક્યારેક આ ગુંચવણભરી સ્થિતિમાં કે પતિ-પત્નિ બંને એકબીજાનાં સાથના બદલે એકલતામાં ગરકાવ થઇ જાય છે. જ્યાં એક સમયે સમર્પણની ભાવના હતી ત્યાં ‘હું’ પણાનો ભાવ આવી જાય છે.

તેવા સમયે એ એકલતામાં અન્ય વ્યક્તિની સલાહ કે સાથ લેવાના બદલે, જો તે વ્યક્તિ પછી સ્ત્રી હોય કે પુરુષ બંનેએ સંબંધની શરુઆતમાં વિતાવેલાં પ્રેમભર્યા સમયને યાદ કરવાની જરુર છે. બંને એ એકબીજાને આપેલી ભેટને જોઇ તે પળોનેફરી જીવવાની કોશિશ કરવાની જરુર છે. એકમેકની હુંફમાં વિતાવેલી શિયાળાની રાતને તરોતાઝા કરવાની જરુર છે. બસ ધ્યાન એ રાખવાનું છે. કે પોતાના અહમના નવા સંબંધની લાયમાં જૂના સંબંધને બળતો ન મુકવો જોઇએ.

તારા વિનાનો ખાલીપો કોરી જાય છે મને….તારી યાદની પૂરણી જીવન બક્ષી જાય છે મને…..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.