રિમિક્સ કરીને પ્રસિધ્ધ થતા સોન્ગની વચ્ચે જૂના ગીતોનું મહત્વ “શું તમે મિસ કરો છો” કાર્યક્રમમાં સમજાવતા અરૂણ દવે
‘અબતક’ ચેનલના લોકપ્રિય કાર્યક્રમ શું તમે મિસ કરો છો? તેમાં ઉ5સ્થિત એવા અરૂણભાઇ દવે. જૂના ગીતો કેમ રિમીક્સ થાય છે અને ફિલ્મોના ગીતોને નવા ટ્રેન્ડમાં લાવીને નવા અંદાજમાં લાવીને ગીતોમાં સિંગરો વચ્ચે ગીતોમાં જે બોલે છે તે રેપર બનાવે છે તેવા ગીતો અને જૂના ગીતોએ આજના સમયમાં કેમ નથી બનતા એ વિશે અરૂણભાઇ દવેએ એક પત્રકાર છે. શિક્ષક છે અને જૂની પેઢીના ગાયક છે, લેખક છે. ભૂતપૂર્વ શિક્ષક છે અને એક સમાજ સેવક છે અને મ્યુઝીકએ ખાસ તેમનો એક શોખ છે અને તેમને નીચે એ વિશે સંક્ષિપ્ત અહેવાલમાં રજૂ કર્યું છે.
પ્રશ્ન : જૂના ફિલ્મ ગીતોની ખૂળી શું છે?
જવાબ : જૂના ગીતોની શબ્દોની તાકાત હતી અને ભારતીય વાદ્યની એક તાકાત હતી અને આધુનિક ઇન્ટ્રુમેન્ટ ન હતા અને શબ્દોનો સમન્વય અને વગર ઘોંઘાટ અને લયથી ગવાતા હતા. એક શ્રેષ્ઠ સંગીત અને વિઝ્યુલાઇઝેશન હતું એ એક પ્રકારનું લયથી હતી અને જૂના ગીતોમાં એક આજના યંગસ્ટરમાં પણ તેઓ આકર્ષાય છે.
પ્રશ્ન : આજના ગીતોમાં તેમનો માઇનસ પોઇન્ટ શો છે?
જવાબ : ખાસ કરીને નવા ગીતો જોડકણા ટાઇપના છે. તેને કારણે થોડો સમય આપણને ગમે છે ‘દો પ્યાર કા સાગર હૈ’ તેરી એક બોમ્બ કે પ્યાસે હું તેમને ગાઇને બતાવ્યું છે. તે પ્રકારના ભાવ અને અનુરૂપ નથી તે જોડકણા છે. એમ આજના ગીતોમાં શબ્દો નથી, હિન્દી ભાષાના શબ્દો તેમાં આજના ગીતો નબળા છે.
પ્રશ્ન : મન્નાડેના અવાજવાળું ગીત ગાયું છે. તો તમે હજી એક ગીતનું નમૂનો આપો?
જવાબ : પહેલાના ગીતકારોએ પીક્ચર માટેના સંગીતકારોના સાત-આઠ કડીના ચોક્કસ એ એને અનુરૂપ લાઇન લેતા હતા. મેરા નામ જોકરમાં તેને 33 લાઇનો લખાઇ હતી. “હમને તો અપના જાનકર ઉનકે ગલે લગાયા થા, પત્થર કા હમને પુજકર અપના ખુદા બનાયા થા, ઇસ દિલ કે આશિયાને પર ઉનકે ખ્યાલ રહે ગયે…..તેમને 3 લાઇન ગાઇને બતાવ્યું છે. મુકેશ, મન્નાડે, કિશોર એ તેમને ટોળી હતી તે પ્રકારના જૂના ગીતો જે આજના ગીતોમાં જોવા મળતું નથી.
“જાને કહા ગયે વો દિન” પણ મુકેશ જૂના ગીતો શબ્દોએ પહેલા તેના સુધી લઇ જતાં હતા અને તેમાં જે તાકાત હતી તે આજના ગીતોમાં નથી. આજની 21મી સદીમાં ન બને.
પ્રશ્ન : પહેલાના જૂના ગીતો એ આજના સમયમાં કેમ નથી બનતા ?
જવાબ : આજના સોશ્યલ મિડિયાના યુગમાં પહેલાના ગીતોમાં પોતે રિલીઝ કરતા હોય છે અને મોબાઇલમાં પણ પોતે હોઠ ફફડાવવા લાગ્યા છે. ગીતકારોને જોઇને લોકોને લાગે કે તેમને ગાયું છે. તો આવી બધી ડબીંગ વસ્તુ ચાલી રહી છે. તે ગીત પર ક્યા રાગમાં લેવું એ સૌથી અગત્યની વસ્તુ છે. કદાચ આજના યુગમાં સંગીતકારો હશે પણ તેના કારણે આજના ગીતોમાં નથી એ હકીકત છે.
પ્રશ્ન : નવી પેઢીને આવા કચરો ગીતો જ ગમે છે. સંગીતકારો કહે છે. લોકોને જે જોઇએ છે એ અમે આપીએ છીએ. તો લોકોનો ટેસ્ટ બદલાઇ ગયો છે કે શું?
જવાબ : ઘણીવાર યંગસ્ટર પણ તેના ચાહકો છે. “તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરૂં” રાગને ક્યા બંધારણમાં બેસાડવુંએ ખાસ એ ધીમી લય સાથે આજે મને 63 વર્ષ થયા તો પણ મને ગમે છે. કોઇપણ ગીત બનાવતા હોય ત્યારે રાજકપૂર, મુકેશ, મહમ્મદ રફી, હુમન કલ્યાણ ઉપર “ચંદન સા બદન ચંચળ ચીતવનમાં” “નિગાહે મિલાને કો જી ચાહતા હૈ” તમે એક રાગમાંથી બીજા રાગમાં વયા જાવ તો પણ ખબર ના પડે અને તેનું ઓરીજનલ રૂપ સાથે છેડછાડ ન કરાય એનું રૂપ છે જે વિખાય જતું હોય છે. એવા ગીતો છે કે એના કરતા ઓરીજનલ ગીત સારૂં.
પ્રશ્ન : કિશોરકુમાર, મુકેશ, મન્નાડે, લત્તાજીની એક ઝલક આપો?
જવાબ : લત્તાજીનું એક અગત્યનું ફિલ્મ ગીતએ મને બહુ ગમે છે. પહેલા અનુપમા ફિલ્મમાં “લેતા હે દિલ અંગડાઇ યા” ઇસ દિલ કો સમજાયે કોઇ, અરમાન આંખે ખોલ દે, રૂસવા એ હોની કોઇ” તેમને ગાઇને બતાવ્યું છે. એટલે સરસ અને લત્તાજીનેપણ આ ગીત ગમે છે. “ઝરા સી આદત હોતી હૈ તો દિલ સોચતા હૈ, કહી યે વો તો નહી…” એ પહેલાના ગીતોને હૃદ્યસ્પર્શી હતાં.
રફીના ગીતોમાં કિશોરકુમારના ગીતોમાં ચલતી કા નામ ગાડી, ઝુમરું, “કહા તક યે મન મે અંધેરે ચલે, રફી સાહેબ વૈશ્ર્વિકસ્તરે લય અને તેમના અવાજ તેના રિમીક્સ અને રોમેન્ટીક ગીત બને છે.આજનો યંગસ્ટરને તેની પ્રેમિકાને કહીને સંભળાવે છે. તેને માટે પ્રેમિકાને પણ અને ઇશ્ર્વરને પણ બેય માટે શબ્દ વાપરી શકે એ માટેના શબ્દો કહી શકીએ.
પહેલા ટીવી અને રેડીયો અને ફકત આપણી પાસે જુના ગીતો હતા. અને ગીતમાલા માટે ગોલ્ડન એરા અને કલાસીક જ કહેવાતા
મહમ્મદ રફી અને કિશોરકુમારનું આરાધનામાં તેમના લોકોએ કોલેજકાળમાં તેમના શરૂ થયા અને લોકોનાં ચાહકો બની ગયા છે.
સંગીતકારમાં નવા સંગીતમાં જયારે કહીએ તો અવાજ દબાઈજતો હોય છે. લતાજીનાં અને સારા ફિલ્મો જંગલી, બેઈમાન, તુમસા નહી દેખા, મુગલે આઝમ એ પહેલાના પિકચરોમાં પણ જોવાની એક મજા હતી.
પ્રશ્ન: આજે આધુનિક યુગમાં ટેકનોલોજી વધારે છે. અને તો પણ સારા ગીતો નથી બનતા તેમાં શું ફરક છે?
જવાબ: સ્ટુડિયોમાં અને અલગ અલગ કલાકારો ‘જિસ દેશમે ગંગા બહતી હૈ’ ગીત માં એવા વખતે કોરસ તો ઓછા હતા. એક રાત્રે કર્યું હતુ તો પણ તેઓમાં કોઈપણ ડિસ્ટર્બન્સ ન હતો અમે તેમનું એક લક્ષ્ય હતુ. કે આ ગીતને મારે ટોપ સુધી પહોચાડવું છે. અને સંગીતકાર એ સાથે બેસીને ટયુન બનાવતા આજે વેસ્ટર્ન હોવા છતાં એમાં સાધનો નો ઉપયોગ કરીને પણ આજના કલાકારોમાં નથી અને આજના સંગીતકારોને શીખવું નથી. અને જૂના ગીતોની તાકાત એ માણસને જીવતો રાખે છે. એમ કહી શકાય.
પ્રશ્ન: જૂના ગીતો રિમિકસ યુગ શરૂ કેમ થયો છે? તમારી માન્યતા શું છે?
જવાબ: કોઈપણ ગીત સાથે આપણું એટેચમેન્ટ સાથે છે. અને નાના બાળકને આપણે સુવડાવી ત્યારે આપણે એક આ..હા..હા.. એ રાગમાં આપણે સુવડાવીએ છીએ અને આજના કલ્ચરમાં જીનેટીક રીતે આજનો ગીતો યંગસ્ટરે જોવા નથી એ ગીતો વાગે છે.ત્યારે એને ગમે છે. અને એ લોકો નવા અખતરા કરીને એડ કરે છે. જૂના અધુરા ગીતો પૂરા કરીને રિમિકસ કર્યા છે. સોનુનિગમે પણ તેના સમયે એમ જ કર્યું હતુ. અને જૂના કલાકારો એ આવી રીતે રિમિકસ યુગ કર્યો હશે એમ મને લાગે છે.
પ્રશ્ન: જૂના ગીતો એ જ સત્વશીલ છે તમે શું માનો છો?
જવાબ: કોઈ એક વ્યકિત કહે અને થોડુ વધારીને આપણે એજ વસ્તુમાં ફેરફાર કરીને કર્યું છે. અને આરાધના અને જોની મેરાનામ એ દશકામાં મારી દ્રષ્ટિ એ શ્રેષ્ઠ તબકકાનાં ગણવામાં આવે છે. એ ગીતો એની તાકાતના કારણે જ એ લોકો રિમિકસ કરવા લાગ્યા છે.
પ્રશ્ન: મ્યુઝીકમાં રેપરમાં વચ્ચે કહેવા લાગ્યા છે જૂના ગીતોમાં એ કેમ કરે છે?
જવાબ: જે ગીતની વચ્ચે વચ્ચે શબ્દો બોલે છે. એ કાયદેસર બોલે છે. રફતા રફતા તુમ હમારે દિલ કે અરમાન હો ગયે હૈ પહેલાના જમાનામાં સિઝવેશન મુજબ બોલતા અને પીકચરાઈઝેન હતી એની તાકાત હતી આજના યંગસ્ટર એ બે ત્રણ લાઈનમાં એ બધુ કહેવા માગે છે. એ બધુ સોશિયલ મિડિયાની તાકાત જ કહેવાય એમ મને લાગે છે. ભૂતકાળમાં એવા ધણા ગીત હતા રાજકપૂર અને વૈજયંતિમાલા વચ્ચે બોલ્યા ‘નહીં,નહીં,’ એ રેપરનાં કહી શકાય અત્યારે તો કઢંગી રીતે તે લોકોને લાગ્યું હશે તે મૂકયા હશે.
પ્રશ્ન: જે જૂની પેઢીના દર્શકો અને આજના દર્શકો માટે તમારો એક સંદેશો કહેશો?
જવાબ: હું તો ઓલ સોન્ગ લવર છું જુના એવા ઘણા ગીતો છે તે સાંભળીએ તો તેમાં સત્વ હતુ અને બધા મનોરંજન કરતા પરિવારજનોની સાથે અને તમે અંતાક્ષરી રમો છો તેમાં ઘણા જૂના ગીતો જોડાયેલા છે.
તેજ રીતે સતત ગુણગુણાતા રહીએ તેમ જૂના ગીતોને આપણે સાંભળવા જોઈએ આજના ગીતોની સાથે જૂના ગીતોને પણ એટલું જ મહત્વ આપો એજ મારો દર્શકો સંદેશ છે.