આ આંચકા સામાન્ય હોય કોઈ ગભરાવવાની જરૂર નથી

છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભુકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. એકબાજુ વરસાદ બીજીબાજુ કોરોનાની મહામારી અને ભુકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે જોકે વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ભુકંપમાં પડેલી જુની તિરાડો વરસાદના કારણે બુરાતા સૌરાષ્ટ્રભરમાં નાના-મોટા આંચકાઓનો અનુભવ થઈ રહ્યો છે જોકે આ તમામ આંચકાઓ સામાન્ય હોય લોકોએ ગભરાવવાની બિલકુલ જરૂર નથી. વાત કરીએ છેલ્લા ૨૪ કલાકની તો ધ્રાંગધ્રામાં ૧, ઉકાઈમાં ૩ અને નવસારીમાં ૧ આંચકો અનુભવાયો હતો.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સવારે ૯:૫૬ વાગ્યે ઉકાઈથી ૨૮ કિલોમીટર દુર ૨.૮ રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો સાઉથ વેસ્ટ સાઉથ ખાતે નોંધાયો હતો ત્યારબાદ ૧૦:૪૯ વાગ્યે નવસારીથી ૪૪ કિલોમીટર દુર ૧.૬ રીકટલસ્કેલનો આંચકો ઈસ્ટ સાઉથ ઈસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ સવારે ૧૦:૫૩ કલાકે ઉકાઈથી ૪૬ કિલોમીટર દુર ૧.૫ રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ બપોરે ૪:૪૮ કલાકે ઉકાઈથી ૩૦ કિલોમીટર દુર ૧.૪ રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ બપોરે ૫:૩૩ કલાકે સૌરાષ્ટ્રના ધ્રાંગધ્રાથી ૩૧ કિલોમીટર દુર ૧.૭ રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો.

છેલ્લા બે માસથી સતત આવી રહેલા ભુકંપના આંચકાનું કારણ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદનું પ્રમાણ વધુ હોય જમીનના ભુસ્તરમાં પાણીનું પ્રમાણ વઘ્યું છે જેને લઈ આવા નાના-મોટા કંપનો થઈ રહ્યા છે. બીજીબાજુ અગાઉ આવેલા ભુકંપમાં પડેલી જુની તિરાડો વરસાદના કારણે બુરાતા નાના-મોટા આંચકાઓ અનુભવાઈ રહ્યા છે જેથી આ આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવવાની જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.