એક જ ઘરેડમાં જીવતો માણસ ઘરડો થઇ જાય છે. નિવૃતિમાં પ્રવૃત્તિ અને પ્રવૃત્તિમાં જ નિવૃતિ શ્રેષ્ઠ પળ છે, આજે ઘણા વૃઘ્ધોને પોતાની નવરાશ અસહય લાગે છે પણ મનગમતી પ્રવૃત્તિમાં જોડાઇ જાય એ જ શ્રેષ્ઠ જીવન છે
ફિલ્મ લગે રહો મુન્નાભાઇમાં કેટલાક વૃઘ્ધો-નિવૃતો એક જુટ ને સેક્ધડ ઇનિંગ્સ હોમમાં રહીને મસ્ત જીવન પસાર કરતાં બનાવાયા છે. બુઘ્ધ અને વૃઘ્ધની ફિલસુફી સમજવાની જરુર છે. યુવાની પછી વૃઘ્ધાવસ્થા આવે જ છે પણ એમાં સતત પ્રવૃતિશીલ રહેવાથી તમો સદા બહાર રહી શકો છો. શરીર ભલે વૃઘ્ધ થાય, ઘરડું થાય પણ માનસિકરીતે કયારેય વૃઘ્ધ ન થવું નવુ નવું શિખતા રહેવું એ જીવની લય છે. આપણે ત્યાં મોટાભાગે પ0 થી 60 વચ્ચે વૃઘ્ધ થઇ જાય છે. કપડા, રહન પહન, દિનચર્યા વિગેરે બધુ જ ફેરવીને માણસ પોતે વૃઘ્ધની ટીપીકલ ઘરેડમાં જીવવા લાગે છે તેથી જતો કહેવાય છે કે જે એક જ ઘરેડમાં ચાલે તે ઘરડો થઇ જાય.
આજે ર1 સદીમાં બદલાવ આવવાથી સિનિયર સીટીઝનોની કલબો, નિવૃત લોકોના મંડળો જેવા વિવિધ યુનિટોના સથવારે માણસ ફરી ધબકવા લાગ્યો છે. અમેરિકાના નવા વડાપ્રધાન બિડેન 76 વર્ષના છે ને સતત કાર્યશીલ, પ્રવૃતિશીલ સાથે દુનિયાના સૌથી મોટી મહાસત્તાના રાષ્ટ્રપતિ બન્યા છે. તે લાકડીના ટેકે નથી ચાલતા આજ એઇજના આપણે આસપાસ જો જો તો જ ખ્યાલ આવી શકે.,
આજે સમાજમાં સૌ પોતાની રીતે જીવવા માટે મથામણ કરી રહ્યો છે. ત્યારે પરિવારના વડિલો માટે શું તે કોઇ સમજતું નથી. દિકરો પણ મા-બાપને રાખવા માંગતો નથી. ત્યારે આપણા ગુજરાતમાં દિન પ્રતદીન સમસ્યા વધી રહી છે. એક સર્વે મુજબ ગુજરાતમાં ર00 જેટલા વૃઘ્ધા શ્રમો છે. દર વર્ષે તેમાં 14.15 નો વધારો થાય છે. તો એની સામે 4 કેપ બંધ પણ થાય છે. ર005 માં વૃઘ્ધાશ્રમની સંખ્યા માત્ર 67 જેટલી હતી. છેલ્લા દોઢ દાયકામાં ત્રણ ગણી સંખ્યા વધી ગઇ છે. એકલા અમદાવાદમાં રપ જેટલા વૃઘ્ધાશ્રમો આવેલા છે.
58 વર્ષે સુધી સરકારી નોકરી કરીને નિવૃત થનાર કર્મચારીને પ્રશ્ર્ન છે હવે દરરોજ જવું કયાં? માસણ પોતે અભિમાન ઘમંડ, હોદો, માન, મોભ્ભો, ઇજજત, દોલત વિગેરેમાં જીવ્યો હોય ત્યારે વૃઘ્ધાવસ્થામાં તેને એકાંત કે એકલતા મહસુસ કરવી પડે છે. સતત કામ કરનારને કયારેયક ઉંમર નડતી નથી. કેટલાય ફિલ્મ કલાકારો 70 ઉપરની વય વટાવી ગયા છે છતાં આજે એ જ ઉત્સાહથી કાર્યરત છે. નિવૃત થયા પી પોતાાની નવરાશ જ માણસને અસહય લાગવા માંડે છે.
નોકરી, વ્યવસાય કે પારિવારિક જવાબદારીમાંથી નિવૃત માણસ ગમતું કામ કરવા લાગે તો ફુલગુલાબી થઇ જાય છે. જીવન જીવવાની લલિત કલા હવે આજના યુગમાં સૌએ શિખી લેવાની જરુર છે. પ્રવૃતિમય નિવૃતિ અને નિવૃતિમય પ્રવૃતિ સૌએ શિખિ લેવાની જરુર છે. પ્રવૃતિમય નિવૃતિ અને નિવૃતિમય પ્રવૃતિ સાથેની રહેણી કરેણી કરીને પોતાને માટે તે પોતાની રીતે જીવવાનો આનંદ એ જ સાચુ જીવન છે. જીવન અને મરણ વચ્ચેના તમામ તબકકાવાઇઝ સંસાર યાત્રા પુરી કરીને એક ગાળો એવો આવે છે જયારે ખરેખર પોતાની જાત સાથે વાતો કરતાને પોતાની જાતે જીવન જીવતાં ને આનંદોત્સવજીવન જીવવાનો સમય મળે છે. ઘણા બધા લોકોએ પોતાની નિવૃતિ ને સારી જાળવણી કરીને શ્રેષ્ઠ બનાવી છે.
વૃઘ્ધાવસ્થા એન્ડ સમગ્ર જીવન ફાસ્ટ ફોરવર્ડ સાથે આપણાં મગજની સામેથી દ્રશ્યમાન થાય છે. વૃઘ્ધાવસ્થાની ટેકણ લાકડી ખરેખર એકલતા છે. જેને એકલા રહેતા કે જીંદગી સાથે સમાધાન કરીને કે ભારેખમ જીવન જીવતો માણસ તરીકે કેમ જીવવું તે હવે સૌ એ નકકી કરી લેવું પડશે, સ્ત્રી-પુરૂષ બન્ને જીવતાં હોય તો વૃઘ્ધાવસ્થા સહન થઇ જાય છે પણ એકલી સ્ત્રીકે પુરૂષ કોઇકનો સહવાસ ઝંખે છે.
મમ્મી-પપ્પા વૃઘ્ધ થાય એટલે સંતાનો તથા તેના પરિવારો બહુ ગણકારે નહીં કે તેનું ધાર્યુ ન થાય તેવા સંજોગોમાં ઘરમાં કલેશ જોવા મળે છે. સંયુકત કુટુંબોમાંથી વિભકત કુટુંબો થતા વૃઘ્ધ મા-બાપનું કોઇ ઘણી ઘોરી નથી થાતું હા મા-બાપની બેંક બેલેન્સ તગડી હોય તો પરિવાર સરખી રીતે સાચવે છે. વૃઘ્ધાવસ્થાની બચવાના ઘણા રસ્તા છે. પૌત્ર-પૌત્રીઓ, દોહિત્ર-દોહિત્રીઓ વગેરેમાં જીવ પરોવીને તમારા સંતાનોની જેમ વાર્તા કરો, રમાડો, ઘણીવાર આપણને જીંદગી મોડી સમજાય છે. બે પેઢી વચ્ચેના સમન્વયનું નામ જ વૃઘ્ધાવસ્થાને કેટલાક તો નવી નોટ જેવા હતાને નિવૃતિ બાદ પરચુરણ જેવા થઇ જાય છે.
સિનિયમ એટલે અનુભવી-જાુના જે બીજાને માર્ગદર્શન આપી શકે પણ આજે એ વાત કોણ સમજે છે. છોકરા બાપાને કહે કે તમને નહી સમજાય ને બાપ છોકરાને કહે કે અમારા જમાનામાં આવું કંઇ ન હોતું. બન્ને વચ્ચેની ખાઇ દિવસે દિવસે મોટી થતી જાય છે. એક વાતએ પણ છે કે ઘડપણમાં શરીર નબળું પડે છે. તેથી વૃઘ્ધોની શારિરીક પ્રવૃતિઓ બંધ થઇ જાય છે, જો કે ઘણા વૃઘ્ધો સક્રિય રહેતા હોય છે. ઘડપણમાં રોગનું પ્રમાણ વધે ને શરીર સાથ આપતું નથી. દરેક વૃઘ્ધે ચાલવાની કસરત કરવી જે સૌથી સરળ સલામત અને કુદરતી છે.
વૃઘ્ધત્વ ટાળી શકાતું નથી. યુવાન જેટલું તે કામ ન કરી શકે એ સ્વાભાવિક છે. યોગ વિજ્ઞાનનો ફાયદો એ છે કે તે વૃઘ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે. તમારો વિલ પાવર મજબુત હોય તો તમો કયારેય વૃઘ્ધ થતાં જ નથી. હકારાત્મક વલણ સાથેનું જીવન સદા યૌવન રાખે છે. નેગેટીવીટી જ માણસને ઘરડો કરી નાંખે છે. તમારૂ સમગ્ર જીવનનો અરિસો જ તમારૂ વૃઘ્ધત્વ છે. સમયની સાથે તાલ મિલાવીને, વસ્ત્રો પહેરીને, જીવનમાં બદલાવ લાવીને જીવતો માણસ કયારે વૃઘ્ધ થતો નથી.