Automobile News
ઓલા ઇલેક્ટ્રિકે 4kWh બેટરી પેક સાથે S1X સ્કૂટર લોન્ચ કર્યું
કંપનીએ દાવો કર્યો છે કે તે 190Kmની રાઇડિંગ રેન્જ આપી શકે છે.
Ola S1X 4kWh બેટરી પેક- કિંમત અને વિશેષતાઓ :
નવા S1X 4kWh વેરિઅન્ટની કિંમત રુ. 1,09,999 રૂપિયા રાખવામાં આવી છે. તેની ડિલિવરી એપ્રિલ મહિનાથી શરૂ થશે.
નવી Ola S1Xની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક છે. તે 3.3 સેકન્ડમાં 0-40 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. S1X કુલ 7 રંગ વિકલ્પોમાં જોવા મળે છે. રેડ વેલોસિટી, મિડનાઈટ,વોગ,સ્ટેલર ફંક, પોર્સેલિન વ્હાઇટ અને લિક્વિડ સિલ્વર જેવા કલર સાથે જોવા મળી છે. તેમાં (4.3) ઇંચ સેગમેન્ટેડ ડિસ્પ્લે અને ફિઝિકલ કી અનલોક ફીચર સાથે જોવા મળી છે
જ્યારે (S1X) ના 3kWh વેરિઅન્ટમાં 5 ઇંચ સેગમેન્ટેડ ડિસ્પ્લે અને કીલેસ અનલોક અને સ્માર્ટ કનેક્ટિવિટી છે. આ ઉપરાંત S1X સ્કૂટર શ્રેણી 2kWh વેરિઅન્ટ સાથે પણ જોવા મળી છે, જે શ્રેણીમાં સૌથી સસ્તું મોડલ છે અને સૌથી ઓછી શ્રેણી (143 કિમી) ઓફર કરે છે.
ઓલા ઈલેક્ટ્રિકે તેની સમગ્ર પ્રોડક્ટ લાઇનઅપ માટે 8 વર્ષ અથવા 80,000 કિમી સુધીની વિસ્તૃત બેટરી વોરંટી પણ જાહેર કરી છે. નવા (S1X) ના લોન્ચિંગ અને 8 વર્ષની વોરંટીની જાહેરાત ઉપરાંત, Ola એ એક વધારાનું વોરંટી પેકેજ પણ રજૂ કર્યું છે, જેમા 1,25,000 કિમી સુધી આવરી લેવા મા આવી છે. જો કે, આ એક પેઇડ વિકલ્પ છે.
S1X 4kWh બેટરી પેક સ્કૂટરના લોંચની સાથે જ ઓલાએ આ ક્વાર્ટરના અંત સુધીમાં તેના ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વર્તમાન (1,000) થી (10,000) યુનિટ્સ કરવાની યોજના ની પણ જાહેરાત કરી હતી, પરંતુ તેમાં રહેણાંક વિસ્તારો અને હાઈવેને ધ્યાન મા લેવામાં આવ્યા હતા. તે દરમિયાન, કંપનીએ એપ્રિલ સુધીમાં તેના સર્વિસ નેટવર્ક ને (600) કેન્દ્રો સુધી વિસ્તાર વાની યોજના પણ જાહેર કરી છે.