ઓખાના દરીયા કિનારે માચ્છીમારી વામન દેવ આઇ.એન.ડી. ૧૧ એમ.એમ. ૧૫૦૪ અને આઇ.એન.ડી. જી.જે.૧૧ એમ.એમ. ૬૨૫ માચ્છીમારી કરી ઓખા બંદરે આવતી હતી. ત્યારે રસ્તામાં આવતા ઓખાના સીમયાણી ટાપુ સાથે રાત્રીના અંધકારમાં ભેખંડ સાથે અથડાય હતી. અને આ બન્ને બોટોના પાટીયા તુટી જતા તેમાં પાણી ભરાવા લાગ્યા હતા. અને એક બોટ તો ઉંઘી વળી જતા તેમાં રહેલા માલ અને ખલાસીઓ ડુબવા લાગ્યા હતા. તેમાં રહેલ બન્ને  બોટના ૧૩ ખલાસી મહા મહેનતે તરી ને ટાપુ પર ચડી ગયા હતા. પરંતુ બોટ અને મશીનરીને ભારુ નુકશાન થયું હતું. તેમાં રહેલ માછીમરી ઓજારો, જાળ અને માચ્છલીનો મોટાપાયે જથ્થો પાણીમાં ગરક થયો હતો.

આ અસ્કમાતના સમાચાર ઓખા કોસ ગાર્ડ સ્ટેશને મળતા કોસગાર્ડ અવરકાર્ફટ એચ-૧૮૭ તુરંત જ સ્થળ પર પહોંચી હતી. પરંતુ સમીયાણી ટાપુ પર મોજાનું વધારે અને પાણીનો કરન્ટ વધારે હોવાથી ટાપુ પર જઇ શકાતુ ન હતું. પરંતુ ભરતી ઓટ થતાં તુરંત કોસગાર્ડ જવાનો ટાપુ પર જઇ તમામ ખલાસીના ખબર અંતર પુચ્છી તેમને ડોકટરી સારવાર કરી સહી સલામત કોસગાર્ડની બોટ દ્વારા ઓખા બંદરે પહોચાડયા હતા. ત્યારે ખલાસી સાથે બોટ માલીકે કોસગાર્ડ જવાનોની આ કામગીરી ને બરદાવી તેમનો ખુબ જ આભારા માન્યો હતો.

બોટ માલીકના કહેવા પ્રમાણે એક બોટ તો પુરી તરહ ડેકેજ થઇ છે. જયારે બીજી બોટમાં ભારે નુશકાની થયાનું જાણવા મળે છે. અત્યારે તેને પણ પાણીમાંથી બહાર કાઠવાની કામગીરી ચાલુ છે. આ જગ્યાએ ભરતી સમયે મોજા અને પાણીના કરંટના કારણે જવાતુ ન હોવાથી ઓટ સમયે જ ત્યાં જઇ શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.