એક દિવસમાં ૮ કલાક સુધી બેહલેસા થી હોડી ચલાવી ૩૫ થી ૪૦ કિ.મી. જેટલુ અંતર કાપી શકે છે
ઓખાના સાહસિક સાગર ખેડુત દેવાંગ ખારોડ બંદરીય વિસ્તાર ઓખા, દ્વારકા, માંડવીની સાગર સફર કરી આવ્યા છે
કચ્છથી કન્યા કૂમારી સુધી કાયાક (લાંબી, પાતળી હલેસાવાળી હોડી)થી સાગર સફરનું સહાસ ખેડી ભારતમાં વોટર સ્પોર્ટસની જાગૃતા લોકોમાં આવે તથા તેઓ સ્વચ્છતા ભારતનું અભિયાનનો પણ પ્રચાર કરી રહ્યા છે. દ્વારકાથી નવા બંદર સુધી ૩૦૦ કીમીની સફર તેઓ સફળતા પૂર્વક પાર કરી ચૂકયા છે. ત્યાર બાદ માંડવીથી ઓખા સુધીની સફર ખેડી ઓખા આવી પહોચ્યા હતા.
અહી તેઓ મુસ્લીમ અગ્રણીય સુલેમાન પાસ્તાને મળી ઓખાથી દ્વારકા રૂટની માહિતી લીધી હતી. અને અહી મચ્છીમારોનો આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર સફણમાંતેઓની સાથે છગનભાઈ મોઠવડીયા જામનગરવાળા તેઓને સફરને સરળ અને સફળ બનાવવા મદદરૂપ થાય છે. દેવાંગભાઈ મૂળ જૂનાગઢના હાલ બરોડામાં રહે છે.
તેઓ દિવસમાં ૮ કલાક સુધી બે હલેસાથી હોડી હલાવી શકે છે. દિવસનું ૩૫ થી ૪૦ કીમી જેટલું અંતર કાપી શકે છે. ગુજરાતની સફર પુરી કર્યા બાદ મહારાષ્ટ્ર, કર્ણાટક તેજ તામીલનાડુ સુધીનો ૫૫૦૦કીમી દરીયા માર્ગ ખેડસે, માંડવીથી ઓખા સુધી પ્રવાસમાં સહયોગી થયા બદલ ઓખા માંડવી ફેરી બોટ સર્વીસના રાજેશભાઈ દોશીનું તેઓએ આભાર વ્યકત કર્યો હતો. ઓખાના દરિયા કિનારે અખીલ ભારત હિન્દુ મહાસભાના અધ્યક્ષ ગૌરક્ષક જગદીશભાઈ શાસ્ત્રીજી તથા મુસ્લીમ અગ્રણીય હાજી સુલેમાન પાસ્તાએ દેવાંગભાઈનું ઉપેરણા ઓઢાડી શુભેચ્છા સ્વાગત કર્યું હતુ અને તેમકની આ સાગર સહાસ યાત્રાને બીરદાવી હતી.