દર વર્ષે માચ્છીમારી સીઝન શ‚ થતા બોટની પુજા-અર્ચના કરી ઓખા બંદર પરથી હજારોની સંખ્યામાં બોટને દરીયામાં મોકલાય છે

ઓખા દર વર્ષે ૧૫મી મેથી ૧૫ ઓગષ્ટ સુધીનું માચ્છીમારોનું ત્રણ માસનું લાંબુ વેકેશન રહે છે. ઓખા માચ્છીમારી બંદર પહેલી ઓગસ્ટથી જ ધમધમી ઉઠે છે. ૧૫મી મેથી બંધ થયેલ ઓખા બંદરની ૩૦ જેટલી ૫૦૦ દંગાઓ અને પાંચ હજાર જેટલી માચ્છીમારી બોટો ઓગષ્ટ મહિનાની પહેલી તારીખથી ઓખાના કાંઠેથી દરીયામાં ક્રેન દ્વારા ઉતારવાની ચાલુ કરી છે. ૧૫મી ઓગષ્ટથી આ બધી બોટોને દરીયો ખેડવાની મંજુરી ફીસરીઝ મત્સયઉદ્યોગ દ્વારા આપવામાં આવશે. તથા બોટોના ખલાસીને માચ્છીમારી માટેના પરમીટ કાર્ડ પણ આપવામાં આવશે.

દેશનું પ્રથમ દરજ્જાનું માચ્છીમારી બંદર પર હજારો પરિવારો રોજીરોટી મેળવે છે અને દેશને કરોડો ‚પિયાનું હુડીયામણ કમાઈ આપે છે. સીઝન શ‚ થાય તે પહેલા આ બોટોને ક્રેઈન દ્વારા દરીયાના પાણીમાં ઉતારવામાં આવે છે તે પહેલા તમામ બોટોની પુજા કરવા બોટોના ટંડેલને સાથે રાખીને સત્યનારાયણની કથા બોટમાં કરવામાં આવે છે. દરરોજ ૬૦ થી ૭૦ જેટલી બોટોની પુજા વિધિ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. આમ દરીયાના છો‚ઓ દરીયા તથા બોટોની પુજા કરી પછી જ પોતાના વેપાર ધંધાનો પ્રારંભ કરશે. ઓખા ફીશરીઝ દ્વારા દરેક બોટોનો સર્વે કરીને પછી જ હકારની તા.૧૫મી ઓગષ્ટના પરમીટ આપશે. પહેલા દિવસે એક હજાર જેટલી બોટોના હકાર કરતી તમામ બોટો ઓખા બંદરેથી એક સાથે દરીયાછો‚ દરીયાનો ખોળો ખુંદવા મધદરિયે રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.