સ્ટાફની અછત અને લાઈન મેનની કમીનાં કારણે ઓફિસો સિકયોરીટી ગાર્ડનાં ભરોસે
ગુજરાતની વિકાસશીલ સરકાર વિકાસનાં બણગા ફુંકી રહી છે અને વિકાસનાં આંકડાકીય માયાઝાળમાં દેશને ૨૧મી સદીનાં સપના દેખાડી રહી છે ત્યારે ગુજરાત સૌરાષ્ટ્રની પ્રથમ દરજજાની કચેરીઓ ૧૯મી સદી તરફ પીછે હઠ કરતી જોવા મળે છે. ઓખા બીએસએનએલ કચેરી તથા કવાર્ટરો ખંઢેર બન્યા છે. સ્ટાફની કમીનાં કારણે અહીં કોઈ હાજર રહેતું નથી. ૯૦ ટકા ફોનનાં ડબલાઓ બંધ થયા છે અને મોબાઈલ ટાવરો પણ હંમેશા બંધ રહે છે. અહીંની પીજીવીસીએલ ઓફિસની હાલત પણ સ્ટાફની કમી અને લાઈન મેનની કમીનાં કારણે સેંકડો કમ્પલેન પેઈન્ડીંગ રહે છે અને હંમેશા લાઈટનો કાપ જોવા મળે છે અને દરરોજ શોર્ટ સર્કિટનાં કારણે અકસ્માતો થતા રહે છે.
દેશની પ્રથમ દરજજાની મુખ્ય મત્સ્ય ઉધોગ કચેરીની હાલત પણ ખંઢેર બની છે અને અહીંના કવાર્ટરો તો ભુત્યામહેલ બન્યા છે. અહીં પણ સ્ટાફની કમીનાં કારણે આ ઓફિસ સિકયોરીટી ગાર્ડનાં ભરોસે ચાલે છે અને સૌથી વધારે ક‚ણ બાબત એ જોવા મળે છે કે હજારો માછીમારી બોટોની આવન જાવનની યાદી રાખતી આ ઓફિસમાં કેટલી બોટો કાંઠે રહેલી છે ? કેટલા દંગા કાર્યરત છે ? કેટલી જેટીઓ કાર્યરત છે ? તેની પાકી યાદી નથી અને સૌથી સંવેદનશિલ બાબત એ છે કે અહીં હજારોની સંખ્યામાં માછીમારી બોટો કાંઠે રાખવામાં આવે છે. જેનું બર્થ ભાડું સરકારને આપવાનું રહે છે. તે ભાડુ અહીં ભુમાફીયાઓ ઉઘરાવે છે. હજારો ફુટનાં દગાનું ભાડુ પણ ભુમાફીયાઓ ઉધરાવે છે. કરોડો રૂપિયાનાં કાળો કારોબાર ચાલે છે અને અહીં ૪૦ જેટલી વિશાળ જેટીઓ પણ પ્રાઈવેટ માલિકીની રહેલ છે જેની કિંમત કરોડોમાં નહીં પણ અબજોમાં થાય છે જેની યાદી પણ આ સરકાર પાસે નથી અને વિશેષમાં અહીં હજારોની સંખ્યામાં ભુતીયા ઈલેકટ્રીક મીટરો કાર્યરત છે.