અબતક-રાજકોટ
દક્ષિણ પશ્ચિમ રેલવેના પેનુકોંડા યાર્ડમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે, 28મી જાન્યુઆરી, 2022 થી લઈને 6ઠ્ઠી ફેબ્રુઆરી, 2022 સુધી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે ઓખા – તુતીકોરીન વિવેક એક્સપ્રેસ અને 4 ફેબ્રુઆરીના રોજ વાયા ગુંટકલ – રેનિગુંટા – જોલારપેટ્ટાઈ – સેલેમ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલાહંકા, કૃષ્ણરાજપુરમ અને બંગારપેટનો સમાવેશ થાય છે.તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ 30 જાન્યુઆરી અને 6 ફેબ્રુઆરી, 2022 ના રોજ વાયા સેલેમ-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા-ગુંટકલ થઈને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં બંગારપેટ, કૃષ્ણરાજપુરમ, યેલાહંકા, હિન્દુપુર, ધર્માવરમ અને અનંતપુરનો સમાવેશ થાય છે.ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 30મી જાન્યુઆરી અને 6ઠ્ઠી ફેબ્રુઆરી, 2022ના રોજ વાયા ગુંટાકલ-રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-તિરુપત્તુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ગુત્તી, અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલાહંકા, કૃષ્ણરાજપુરમ અને બંગારપેટનો સમાવેશ થાય છે.રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrailway.gov.in મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.