ઓખા મંડળના દરીયમાં માચ્છીમારોના બોટોનો ટત્રાફીક જામ
ઓખા મંડળ નો ૧૨૦ કી.મી.નો દરીયા કીનારો માચ્છીમારી માટે સબૈ સમાન ગણાઈ છે. અહી દર વર્ષની ૧૫ મી ઓગસ્ટથી ૧૫ મી મે ૧૦ માસ માટે દશેના તમામ રાજયોમાંથી પાંચ થી છ હજાર ફીસીંગ બોટો ઓખા મંડળના દરીયા કીનારે આવે છે.
લાખો માચ્છી મારીઓ અને વેપારીઓને રોજી રોટી મેળવે છે. અને દેશને કરોડો રૂપીયાનું હુંડીયામણ કમાવી આપે છે. પરન્તુ સરકારની ઢીલી નીતીને કારણે આ ઉધોગને અનેક સમસ્યાઓ સર્જાય છે. દર વર્ષે ૧૫ મી ઓગષ્ટના બોટોને જવાની જાવક પરમીટ મત્સ્યઉધોગ દ્વારા આપવામાં આવે છે.
રાત્રીના બાર વાગ્યે મળતી પરમીટ આજ રોજ ખરાબ હવામાના કારણે ન મળતા હજાર બોટોને ઓખાના દરીયા કાઠા પર અને કાઠાથી દુર લંગારવામાં આવતા અહી દરીયામાં બોટો ની ટ્રાફીક સમસ્યા સર્જાય છે. અહી હજુ ૨૪ કલાક અને ૪૮ કલાકની આગાહીઓ અપાઈ છે.
હજારો માચ્છીમારી ઓખા મસ્યઉધોગ કચેરીએ જાવકની પરમીટની રાહ જોઈ રહયા છે. હજારો બોટોમાં બરફ પીગળી રહયો છે. અહી મોટી સમસ્યા એ સર્જાય છે. કે બેટ ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટો ને આ માચ્છીમારી બોટો અળચળ રૂપ બની છે. યાત્રીકો ઓ અને પ્રવાસી સાથે પેન્સીજર બોટો ને પણ અનેક સમસ્યા સજાર્ય છે. અને બે મહીનાથી બેકાર બનેલા માચ્છીમારો ને અનેક સમસ્યાઓ સજાર્ય છે.