બી.એસ.એન.એલ.ની તમામ સેવાઓ બંધ તેમજ પોસ્ટ ઓફીસ, ફીઝરીઝ ઓફીસ રામ ભરોશે.
મોડેલ ઇન્ડીયાના ર૧મી સદીના ભારત દેશના વિકાસની વાતો કરતી સરકારની કેન્દ્ર કક્ષાની કચેરીઓની હાલત ખંડેર બની છે. તેમાયે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓની સરમુખત્યાર શાહીથી તમામ સરકારી કચેરીઓની હાલત દીશાહીન બની છે. ગુજરાતના છેવાડે ઓલ ઓખા મંડળની તમામ કચેરીઓની હાલત દયા જનક બની છે.
શાળાઓમાં શિક્ષકોની ઘટ, દવાખાનામાં ડોકટર અને દવાની ઘટ, પોષ્ટઓફીસ, બેંકો, ટેલીફોન એક્ષચેન્જમાં સ્ટાફની કમી, અને દેશનું પ્રથમ દરજજાનું ગુજરાત મેરીટાઇમ બોર્ડ પોર્ટ બંદર રામભરોશે!અહી પ્રજા તો શું આ પ્રશ્ર્ન ધારાસભ્ય, સાંસદ સભ્ય દ્વારા પણ ઉચ્ચ અધિકારીઓને વાર વાર રજુઆતો કરવા છતાં પણ પેધી ગયેલા જાડી ચામડીના ઉચ્ચ અધિકારીઓ કોઇ દાદા દેતા નથી.
અહીં ભારતીય દુર સંચારની સેવા ઠપ થતી જોવા મળે છે. મહીનામાં ચાર થી પાચ વાર બંધ થઇ જાઇ છે જેના કારણે જીસ્વાન સેવા, મોબાઇલ સેવા, ટેલીફોન સેવા બંધ થવાની સરકારી કચેરીઓની કામગીરી ખોરવાય છે. અહીં દ્વારકાથી આવતી મુખ્ય લાઇન વારમ વાર ફોલ્ટ સર્જાતા સમસ્યા રહે છે. દીવાળીના ત્યોવહાર ના પાંચ દિવસ બંધ રહેલ સેવા આજે છેલ્લા ૪૮ કલાકથી ઓખા, મીઠાપુર, આરભડા તથા બેટ સાથે અનેક ગામડાઓમાં બી.એસ.એન.એલ. સેવા બંધ થતા પ્રજા મુશ્કેલીમાં મુકાઇ છે છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી.