પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા હેતુ ઓખા હાવડા અને પોરબંદર હાવડા ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનોને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ટ્રેન નં.02905 અને 09205નું બુકિંગ 29 ડિસેમ્બરથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી થશે. આ બંને ટ્રેનો સંપૂર્ણ રિઝર્વેશન પ્રક્રિયાથી દોડશે. આ અંગેની વિશેષ માહિતી www.enquiry.indianrail.gov.inપરથી મેળવી શકાશે.
ઓખા-હાવડા સુપરફાસ્ટ ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેન
ઓખા-હાવડા (ટ્રેન નં.02905) ફેસ્ટીવલ સ્પેશિયલ દર રવિવારે સવારે 8:40 વાગ્યે ઓખાથી રવાના થશે અને એજ દિવસે બપોરે 1 વાગ્યે અને મંગળવારે વહેલી સવારે 3:15 વાગ્યે હાવડા પહોંચશે. આ ટ્રેન 3 થી 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ જ પ્રમાણે ટ્રેન નંબર 02906 હાવડા-ઓખા ફેસ્ટીવલ સ્પેશિયલ હાવડાથી દર મંગળવારે રાત્રે 9:15 વાગ્યે રવાના થશે અને ગુરૂવારે સવારે 10:31 વાગ્યે રાજકોટ અને સાંજે 4:30 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન 5 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2021 સુધી દોડશે. આ ટ્રેન દ્વારકા, ખંભાળીયા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદૂરબાર, ભુસાવળ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, રાજનંદ ગામ, દુર્ગ, રાયપુર, ભાટાપારા, બિલાસપુર, ચંપા, રાયગઢ, ઝારસુગડા, રાઉરકેલા, ચકધરપુર, ટાટાનગર અને ખડગપુર સ્ટેશનો પર બંને દિશાઓમાં એટલે કે આવતી અને રવાના થતા રોકાશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, સ્લીપર કલાસ, સેક્ધડ કલાસ, સીટીંગ અને પેન્ટ્રી કાર કોચ સામેલ છે.
પોરબંદર-હાવડા સુપરફાસ્ટ ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેન
પોરબંદર-હાવડા ફેસ્ટીવલ સ્પેશિયલ દર બુધવાર અને ગુરૂવારે પોરબંદરથી સવારે 8:50 વાગ્યે રવાના થશે અને રાજકોટ એજ દિવસે બપોરે 1 વાગ્યે અને ક્રમશ: શુક્ર અને શનિવારે સવારે 3:15 હાવડા પહોંચશે. આ ટ્રેન તા.6 થી 28 જાન્યુઆરી 2021 સુધી દોડશે. આજ પ્રમાણે હાવડા-પોરબંદર ફેસ્ટીવલ સ્પેશિયલ દર શુક્રવાર અને શનિવારે હાવડાથી રાત્રે 9:15 વાગ્યે રવાના થશે અને ક્રમશ: રવિવાર-સોમવારે સવારે 10:31 વાગ્યે રાજકોટ અને બપોરે 15:40 વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન 8 થી 30 જાન્યુઆરી 2021 સુધી દોડશે. આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવળ, અકોલા, બડનેરા, નાગપુર, ગૌદિયા, રાજનંદગામ, દુર્ગ, રાયપુર, ભાટાપારા, બિલાસપુર, ચંપા, રાયગઢ, ઝારસુગુડા, રાઉરકેલા, ચકધરપુર, ટાટાનગર અને ખડગપુર સ્ટેશનો પર બન્ને દિશાઓમાં આવતા જતા રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, 3 ટાયર, સ્લીપર કલાસ, દ્વિતીય શ્રેણીના સીટીંગ કોચ તથા પેન્ટ્રી કાર કોચ સામેલ કરાયા છે.