સાંજે ૫ વાગ્યે દ્વારકાના સ્મશાને પહોંચેલા સબને રાત્રીના બે વાગ્યે અંતિમક્રિયા પૂર્ણ કરાઈ

વિકાસની આંધળી દોડમાં અને સતાના રાજકારણમાં પ્રજા પરેશાન થઈ છે ત્યારે હવે તો જીવતા જીવો સાથે મૃત્યુ બાદ પણ એટલી જ પરેશાની વેઠવી પડે છે. આવો જ એક કિસ્સો દેવભૂમિ દ્વારકાના ઓખામાં જોવા મળ્યો હતો. અહીં જન્મથી માંડીને મૃત્યુ સુધીની પરેશાની પ્રજા ભોગવે છે. અહીં દેશનું પ્રથમ દરજજાનું યાત્રાધામ બેટમાં દવાખાનામાં ડોકટર અને સ્ટાફની કમીને કારણે એક ડિલેવરી દરીયા વચ્ચે વહાણમાં થઈ હતી.

આતો થઈ જન્મની વાત પરંતુ મૃત્યુ થયા બાદ પણ અહીં ઓખામાં અંતિમયાત્રા બસની સેવા ખખડધજ થઈ છે. છેલ્લા ૨૩ વર્ષથી પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલે આપેલી સબવાહિની મૃત્યુના બિછાને પડેલ જોવા મળે છે. હાલ સાંસદે છ મહિના પહેલા પોતાની ગ્રાન્ટમાંથી આપેલી અંતિમયાત્રા બસને લેવામાં અધિકારીઓને કયુ ગ્રહણ નડે છે તે સમજાતું નથી.

હમણા એક સબને ઓખાથી સાંજે ચાર વાગ્યે લઈ જવાનું હતું ત્યારે ચાર વાગ્યે ઓખા તીર્થયાત્રા બસ બંધ પડી જતા મીઠાપુર ટાટામાંથી અંતિમયાત્રા બસ મગાવી પડી હતી અને કેમે કરી દ્વારકા પહોંચ્યા હતા. અહીં પણ રીલાયન્સે બનાવી આવેલ ઈલેકટ્રીક વૈકુઠધામ રામ ભરોસે ચાલે છે. અહીં સબને બે થી ત્રણ કલાક રાખીને કહેવામાં આવ્યું કે મશીન ખરાબ છે. સબને લાકડાથી બાળવાનું રહેશે. અહીં દ્વારકા સ્મશાન ઘાટમાં પણ લાઈટની સગવડ ન હોવાથી સબને અંધારા અંતિમ સંસ્કાર કરવા પડયા હતા. સાંજે પાંચ વાગ્યે દ્વારકા સ્મશાને પહોંચેલા સબને રાત્રીના બે વાગ્યે અંતિમક્રિયા પૂર્ણ થઈ હતી. જે હેરીટેજ દ્વારકાની મોટી કરૂણતા કહેવાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.