ગુજરાત સરકાર તથા ઓખા નગરપાલિકાની કામગીરીને પ્રજા બિરદાવી રહી છે. ઓખા નગરપાલિકા દ્વારા ચારેય વિસ્તારોમાં (બેટ, ઓખા, આરંભડા, સુરજકરાડી)માં ઝડપી વિકાસ માટે સરકાર આ વિસ્તારના ધારાસભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ચુંટાયેલ બોડી, મુખ્ય અધિકારી, સ્ટાફ તથા સક્ષમ કચેરીઓ અને નાગરીકો કટીબઘ્ધ છે.
ઓખા નગરપાલિકાની ખાસ સામાન્ય સભા ગઈકાલે મળી હતી. ઓખા નગરપાલિકાનું સને ૨૦૧૯-૨૦ના વર્ષના અંદાજપત્રમાં પણ સરકારની વિવિધ યોજનાઓ સહિતના વિકાસ કામોના સમાવેશ સાથે તથા ખાસ કોઈ નવા કરવેરા કે બોજ વગરનું પ્રજાલક્ષી તથા ખાધ વગરનું અને પુરાંતવાળુ બજેટ સામાન્ય સભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવેલ છે.
જેમાં ઓખા વિસ્તારના ધારાસભ્યના માર્ગદર્શન દ્વારા ઓખા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચેતનભા ભાવસીંગભા માણેક તથા ચુંટાયેલ બોડીના તમામ સદસ્યો દ્વારા ઓખા નગરપાલિકાના ચારેય વિસ્તારોની નાગરીકોની સવલત, સુવિધા અને વ્યવસ્થાઓની સમીક્ષા કરીને અને ચીફ ઓફિસર ચેતનભાઈ બી.ડુડીયાની કુનેહથી અને સ્ટાફની કાર્ય ક્ષમતાથી વધુને વધુ વિકાસ કામોની હારમાળા રચવા ઝડપી વિકાસ માટે અને આવી વિકાસકુચમાં સર્વના સહકારથી અપેક્ષા માટે અનુરોધ કરેલ છે અને ગુજરાત રાજયના મુખ્યમંત્રી મહોદયના નગરપાલિકાઓના વિકાસના સ્વપ્નને સાર્થક કરવાનું ઈચ્છા વ્યકત કરેલ છે. આ બજેટની સર્વેએ સહર્ષ આવકારેલ છે.