ઓખા પાકના પકડા પકડીની નાપાક હરકતે માછીમારીની દિવાળી બગાડી હતી. નવા વર્ષના શુભ મુહૂર્ત પાક સુરક્ષા એજન્સીઓ દ્વારા ભારતીય જળ સીમા પાસેથી બે બોટ અને ૧૨ ખલાસીના અપહરણ કર્યાના સમાચારથી માછીમારોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. જાણવા મળતી વિગત મુજબ એક ઓખાની રાજકમલ-૧ અને એક પોરબંદરની રાજલક્ષ્મી બન્નેને બોટમાં છ-છ ખલાસી રહેલ છે.

આમ દર વર્ષે ૧૫મી ઓગસ્ટથી ૧૫મી મે સુધી ચાલતી આ સીઝનમાં અત્યાર સુધીમાં આ ૮ બોટ અને ૫૮ ખલાસીના અપહરણ થયા છે. હાલ પાકિસ્તાની બંદર પર ૧૦૬૧ જેટલી કરોડો અને અબજો રૂપીયાની ભારતીય બોટો ભંગાર થઈ રહી છે અને ૪૫૦ જેટલા માછીમારો પાક જેલમાં કારાવાસ ભોગવી રહ્યા છે. હાલ માછીમારી ઉધોગ મંદી અને ડિઝલના ભાવ વધારા જેવી અનેક સમસ્યા સામે જજુમી રહ્યો છે ત્યારે આ પાક ચાચીયાગીરીથી આ ઉધોગ મરણ પથારીએ આવી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.