શહિદોને ઈનસાફ કરોના નારા સાથે વિશાળ રેલી યોજાઈ
કાશ્મીરના પુલવામા સીઆરપીએફના કાફલા પર થયેલા સદીના સૌથી મોટા આતંકી હુમલાને કારણે ૪૪ જવાનો શહીદ થયા હતા. જે ઘટનાને કારણે ઓખા મંડળમાં જન આક્રોશની જવાળામુખી ફાટી નિકળ્યો હતો. આજરોજ ઓખા માછીમારી આર.કે.બંદરથી ડાલ્ડાબંદર, મેઈન બજાર, નવીબજારના તમામ વેપારીઓએ બંધ પાળી પગપાળા રેલી યોજાઈ હતી.
જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું હતું. અહીં પાકિસ્તાન મુર્દાબાદ, નાપાક આતંકીનો નાશ કરો, શહિદોને ઈન્સાફ કરોના નારા સાથે આતંકીઓની અંતિમ યાત્રા અને નાપાક ૧૦૦ ફુટના ઘ્વજને રસ્તા પર રગદોળતા ઓખા બસ સ્ટેશને પહોંચી હતી. અહીં આતંકીના પુતળાદહન, નાપાક ઘ્વજના અગ્નિદાહ જેવા જલદ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.