- માછીમાર સમાજ સાથે મરીન PSI જરું એ વીમા કંપનીના કાર્યને બિરદાવ્યું
- ખોડુ ભગવાન શિયાળ માછીમારી દરમિયાન બોટમાંથી દરિયામાં પડી જતાં ડૂબી ગયા
- પોલીસ સ્ટે. ખાતે PSIના હસ્તે 9,76,095 રૂ. નો ચેક મૃતના પિતાને અર્પણ કરાયો
બોટમાં માછીમારી માટે કામ કરતા ખલાસી ખોડુ ભગવાન શિયાળ ઓખાના દરિયામાં માછીમારી દરમિયાન ચાલુ બોટ દરમિયાન તારીખ 30/08/2024ના રોજ દરિયામાં પડી જતાં ડૂબી ગયો હતો અને લાશ ન મળી આવતા તે દરિયામાં લાપતા બનેલ હતો. આ દરમિયાન બોટ માલિક દ્વારા વીમા કંપનીમાં પોરબંદર ગિરીશ ખોરાવાની એજન્સી દ્વારા ખલાસીનો વીમો ઉતરાવેલ હતો અને ખલાસીના પરિવારને દાવાને લગતા ડૉક્યુમેન્ટ મેળવવામાં મદદરૂપ થઈ ડૉક્યુમેન્ટ વીમા કંપનીમાં જમા કરતાં વીમા કંપનીએ ખલાસીના પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મરીન પોલીસ સ્ટેશન ખાતે PSI આર. આર. જરુસાહેબના હસ્તે 9,76,095 રૂ.નો ચેક પિતા ભગવાન લાખા શિયાળને અર્પણ કરાયો. ઓખાના યુવા ઉદ્યોગપતિ મોહન બારાઇ, બોટ માલિક, મરીન PSI સાથે અગ્રણીએ પોરબંદર વીમા એજન્સીના ગિરીશ ખોરાવાના આ કાર્યને બિરદાવ્યું હતુ.
ઓખા ICICI LOMBARD G.I.C. LTD. વીમા કંપની દ્વારા રૂ 10 લાખની વીમા રકમ ફક્ત એક મહિનામાં ચૂકવી હતી. ઓખા માછીમાર સમાજ સાથે મરીન PSI જરું એ વીમા કંપનીના કાર્યને બિરદાવ્યું. માંગરોળ ના રહેવાશી લાલજી કેશવ ખોરાવા ની માલિકીની ફિશિંગ બોટ વૈશનવી ૧માં માછીમારી માટે કામ કરતા ખલાસી ખોડુ ભગવાન શિયાળ ઓખા ના દરિયામાં માછીમારી દરમિયાન ચાલુ બોટે તારીખ ૩૦.૦૮.૨૦૨૪ ના રોજ અકસ્માતે બોટ માથી દરિયામાં પડી જતાં ડૂબી ગયો હતો અને લાશ ન મળી આવતા તે દરિયામાં લાપતા બનેલ હતો. અને પોલીસ રેકોર્ડ મુજબ આજ દિવસ સુધી દરિયામાં તે લાપતા છે.
ભારત સરકારના નિયમ પ્રમાણે 7 વર્ષ સુધી લાપતા વ્યક્તિને મરણ જાહેર કરી રકમ ચૂકવતી નથી. બોટ માલિક દ્વારા ICICI LOMBARD G.I.C. LTD. વીમા કંપનીમાં પોરબંદર ગિરીશ ખોરાવા, ની એજન્સી દ્વારા ખલાસી નો વીમો ઉતરાવેલ હતો. એજન્સી દ્વારા ખલાસીના પરિવારને દાવાને લગતા ડૉક્યુમેન્ટ મેળવવામાં મદદરૂપ થઈ ડૉક્યુમેન્ટ વીમા કંપનીમાં જમા કરતાં વીમા કંપનીએ ખલાસીના પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાન માં લઈ ખલાસી ખોડુ ભગવાન શિયાળ ના પિતા ભગવાન લાખા શિયાળ ને રૂ. 9,76,095 વીમા રકમ ફક્ત એક મહિનામાં ચૂકવી આપેલ છે. આજરોજ ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે PSI આર. આર. જરુના હસ્તે 9,76,095 રૂ.નો ચેક પિતા ભગવાન લાખા શિયાળ ને અર્પણ કરાયો. અહી ઓખાના યુવા ઉદ્યોગપતિ મોહન બારાઇ, બોટ માલિક, મરીન PSI સાથે અગ્રણીએ પોરબંદર વીમા એજન્સીના ગિરીશ ખોરાવાના આ કાર્યને બિરદાવ્યું હતુ.
અહેવાલ: હરેશ ગોકાણી