દ્વારકાથી લઈને બેટ દ્વારકા સુધી પોલીસનું સઘન ચેકીંગ
દ્વારકા અને બેટ દ્વારકાથી લઈને હર્ષદ માતાજીના મંદિર સુધી વિશાળ સમુદ્ર કિનારો દેવભૂમી દ્વારકા જિલ્લામાં આવેલ હોય અને સંવેદનશીલ વિસ્તાર ગણાતો હોય જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સૂચના અને માર્ગદર્શન તળે જિલ્લાનાં તટવર્તીય કાંઠાળા વિસ્તારોમાં ખાસ કરીને દ્વારકા તથા બેટ દ્વારકા યાત્રાધામો આવલે હોયતેની સુરક્ષાને અનુલક્ષીને બે દિવસ સુધી સાગર સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યુંહતુ.
દ્વારકાના પીઆઈ દેકાવડીયા, મીઠાપુરના ઈન્ચાર્જ પી.આઈ. સી.બી. જાડેજા તથા ઓખા મરીનના પીએસઆઈ ઝાલા તથા વિભાગીય પોલીસ અધિકારીઓ વિશાળ પોલીસ કાફલા સાથે સાગર સુરક્ષા કવચ કાર્યક્રમમાં જોડાયા છે. ઓખા મરીને ગતરાત્રીનાં સર્ચ ઓપરષશનમાં શંકાસ્પદ જણાતી બોટમાંથી આરડીએકસ જપ્ત કરેલ જે બાદમાં પોલીસના જવાનો હોવાનું ખૂલતા ઓખા મરીને મોકડ્રીલ સફળતાપૂર્વક પાર પાડવા બદલ જિ.પો. વડાએ બિરદાવ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,