સાંસદ પુનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે ઉદધાટન
ગુજરાત સરકાર પુરસ્કૃત ૧૪માં નાણાપંચ યોજના અંતર્ગત ગ્રાન્ટ રકમ રૂ ૨૦ લાખ ખર્ચે ઓખા નગરપાલિકા ની સુરજકરાડી વિસ્તારની પેટા કચેરીના ઉપયોગ માટેનું નવી કચેરી બિલ્ડીંગનું સાંસદ પુનમબેન માડમના અઘ્યક્ષ સ્થાને ૮ર દ્વારકા કલ્યાણપુર વિસ્તારના ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે લોકાર્પણ યોજનામાં આવ્યું હતું. જેમાં સાંસદ પુનમબેન માડમ દ્વારા ઓખા નગરપાલિકાના પ્રમુખ વંદનાબેન વિઠલાણીને ચાવી આપી આ બીલ્ડીંગની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સાથે અગ્રણીયો હાજર રહ્યા હતા. અને અગ્રણીયો દ્વારા ધારાસભ્ય સાથે સાસંદનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ આમંત્રિત મહેમાનો, મહાજન અગ્રણીય દ્વારકાદાસભાઇ રાયચુર મોટાભાઇ અનુપમભાઇ બારાઇ, સુભાષભાઇ ભાયાણી તથા સુરજકરાડી પી.એસ.આઇ. સી.બી. જાડેજા પી.આઇ. વી.એમ.ઝાલા હાજર રહ્યા હતા.