લાખો માચ્છીમારીઓ બેકારીની ખપ્પરમાં હોમાતા બચાવવા તંત્ર કયારે જાગશે?
ઓખા મંડળનો દરિયા કિનારો ગુજરાત જ નહીં દેશનો પ્રથમ કક્ષાનો માચ્છીમારી ઉદ્યોગ ગણવામાં આવે છે. અહીં લાખો પરિવારોને રોજીરોટી આપતો અને કરોડો રૂપીયાનું વિદેશી હુડીયામણ કમાવી આપતો આ માચ્છીમારી ઉદ્યોગ અનેક સમસ્યાઓથી ઝઝુમી રહ્યો છે.
તેમાં આ બંદર પર ભૂમાફીયાનો ત્રાસ, અસામાજીક તત્ત્વોની લુખાગીરી, પાકિસ્તાની ચાચીયાઓ દ્વારા પારાવાર અપહરણની ઘટનાઓ સાથે બહારના જિલ્લાઓમાંથી આવતા આવારા તત્ત્વો દ્વારા વોલ્વો અને લાઈન ફીસીંગ કરીને દરિયાની જીવસૃષ્ટિ સાથે માચ્છલીના જથ્થાનો સત્યાનાશ વાળે છે અને દરિયાઈ જીવ સૃષ્ટિનો નાસ કરી દરિયાઈ જમીન ડેમજ કરી દરિયાઈ ખેતી જમીનને બંજર બનાવે છે. ૨૦૦૩ના કાયદાથી આ ફીસીંગ કરવાની મનાઈ હોવા છતાં બહારના જિલ્લાઓમાંથી આવતા માચ્છીમારો દ્વારા આ ફીસીંગ કરી ઓખા મંડળના માચ્છીમારોને મોટી નુકશાની પહોંચાડે છે.
આ અંગે સરકારી તંત્રને અનેક રજૂઆતો છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી હવે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ સાગર ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે જશે તેમ ઓખા સાગર ખેડૂત એસો.ની યાદીમાં જણાવેલ છે.