દેશના પશ્ર્ચીમ કિનારે આવેલ તીર્થ ભૂમી ઓખા બેટ કે જે દ્વારકાથી ૩૦ કી.મી. દૂર આવેલ છે. આ સ્થળ હિન્દુ, મુસ્લીમ શીખ વગેરેનાં ધર્મના લોકોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. અહી દરરોજ હજારો યાત્રીકો આવે છે. અને દેશનું મુખ્ય પ્રવાસન સાથે યાત્રા ધામ ગણાય છે.
દાયકાઓથી પ્રજા પાણી અને ઈલેકટ્રીકની સમસ્યાથી ઘેરાયેલી છે. અહીના મોટા ભાગના લોકોનો મુખ્ય ધંધો ફેરી બોટ સર્વીસનો છે. અહી કુલ ૧૬૦ જેટલી પેન્સીજર બોટો ચાલે છે. જેના ધોરણસરના ચાર્જીસ જેવા કે પેસેન્જર ભાડુ, બર્થ ભાડુ તથા લાઈસન્સ ફી વગેરે ગુજરાત મેરીટાઈમ બોર્ડ નકકી કરે છે. જેમાં ૨૦૧૮-૧૯ના બર્થ ભાડૂ તથા લાઈસન્સ ફીમાંવ વધારો કરેલ છે. તે અસહ્ય છે. જેમાં બોટ એસો. કે ફેરી બોટ માલીકોની કોઈ જાતની સમતી લીધા વગર ચાર્જમાં અનેક ગણો વધારો કરી નાખેલ જેની રજૂઆતો અનેક વખત કરવા છતા આજ દિવસ સુધી કોઈ જાતની કાર્યવાહી કરેલ ન હોય જેથી બોટ એસો. તથા ફેરી બોટ માલીકોએ ગાંધી ચીંધ્યા માર્ગે શાંતી પૂર્ણ રીતે પોતાની માંગણી ન સંતોશાય તો તા. ૭-૬ થી અચોકકસ મુદત માટે ફેરી બોટો બંધ કરવા ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગર, કલેકટર મુખ્યમંત્રી બંદર મંત્રી, ને લેખીત રજૂઆત કરી હતી અને આઅંગે તુરતમાં કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.