દેશના પશ્ચીમ છેવાડે આવેલ અનોખા ઓખા ગામની ચારે દીશાએ સમુદ્ર કિનારો આવેલ હોય અહી ચારે તુમાં અહીનો પ્રાકૃતીક નજારો અલૌકીક રહ્યો છે. તેમાંયે શિયાળાની સવારના ચોપાટીએ વોકીંગમાં આવતા લોકોનું સૂર્યસ્નાન અલગ જ હોય છે અહીનો સૂર્યો ઉદય અને સૂર્યાસ્ત નોનજારો મનભાવક હોય છે.
આજે દિપાવલીના શરદ ઉત્સવના આગમને ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યનો પ્રાકૃતિક સુંન્દર્યને માણવો એ એક લહાવો છે. આજે નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ સવંત ૨૦૭૪ના વર્ષને બાય બાયકરવા અને સંવત ૨૦૭૫ના ગુજરાતી વર્ષને આવકારવા ઓખા વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.