કોસ્ટ ગાર્ડના આ જહાજો સુરક્ષામાં વધારો કરશે
આત્મનિર્ભર ભારત અને સાગર સુરક્ષા વધારવાના ભાગરુપે સ્વદેશમાં બનાવેલ જહાજો રક્ષામંત્રી રાજનાથસિંહ ભારતીય કોસગાર્ડ શિપ ‘સચેટ’ અને બે ‘ઇન્ટરસપ્ટર’ પેટ્રોલીંગ બોટ સી-૪૫૦ અને સી. ૪પ૧ ને ગોવાથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સાગરમાં તરતી મુકી ભારતીય તટરક્ષકને સોંપી હતી. ગોવા શિપયાર્ડ લીમીટેડ દ્વારા પાંચ પેટ્રોલીંગ જહાજો (ઓપીવીએમ) ની શ્રેણીમાં પ્રથમ આઇ.સી.જી.એસ. ‘સચેટ’ ડિઝાઇન કરવામાં અને તેને અદ્યતન નેવીગેશન અને સંદેશા વ્યવહાર સાધનોથી સજજ કરવામાં આવ્યા છે. ડિઝીટલ માઘ્યમથી કમીશન કરવાની આ પહેલ માટે પ્રસંશા કરતા રાજનાથસિંહે કહ્યું હતું કે આ જહાજોની કામગીરી ભારતની સાગર સુરક્ષામાં વધારો કરવાનું મુખ્ય લક્ષ છે.
ઉપરાંત કોવિડ-૧૯ જેવા પડકારો હોવા છતાં તે દેશની સલામતિ માટે આપણી કટીબંધતા એ એક ઉત્તમ ઉદાહરણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિએ મહાસાગરો ફકત આપણા દેશ જ નહી પણ દુનિયાની સમૃઘ્ધીની જીવાદોરી સમાન છે. સલામત, સમૃઘ્ધ અને સ્વચ્છ સાગર આપણા રાષ્ટ્ર નિર્માણ માટે આર્થીક તકો પુરી પાડે છે.
આજથી કોસ્ટગાર્ડના આ જહાજો સુરક્ષામાં વધારો કરશે અને આતંકવાદ, ડ્રગ્સ હેરાફેરી દાણચોરી ને લગતા પડકારોનો સામનો કરશે.
૧૦પ મીટર લાંબુ, ર૩પ૦ ટન માલ વહન ક્ષમતા, ૯૧૦૦ કે ડબલ્યુ ડિઝલ ઇન્જીન ધરાવતા નવીનતમ સાધન સામગ્રી સીસ્ટમ સાથેના જહાજને બીરદાવતા રાજનાથ સિંહ ગોવા યાર્ડ અને એલ.એન.ટી. શીપયાર્ડ હજીરાની કામગીરીની ભરપુર પ્રસંશા કરી હતી.
ભારતીય શીપયાર્ડસ ‘મેક ઇન ઇન્ડીયા’અને ‘આત્મનિર્ભર ભારત’અભિયાનની દ્રષ્ટિએ પણ મહત્વનું યોગદાન છે.ભારતીય કોસગાર્ડ ડાયરેકટર જનરલ કૃષ્ણસ્વામી નટરાજ સૈદેની આગેવાનીમાં ખુબ જ સારી પ્રગતિ કરી રહ્યું છે. આઇ.સી.જી. એસના કાફલામાં આ નવા જહાજના ઉમેરાથી સાગર સુરક્ષામાં અનેક ગણો વધારો થશે.