બીજીવાર બોટના અપહરણની ઘટનાથી માછીમારોમાં ભયનો માહોલ
ગુજરતાના ૧૬૦૦ કિ.મી.ના દરિયા કિનારાનો સૌરાષ્ટ્રનો ૩૦૦ કિ.મી.નો વિશાળ દરીયા કિનારો અતિસંવેદનશીલ ગણવામાં આવે છે. અહીં પાકની સરહદ ખુબ જ નજીક રહેવાથી અહી પાક ચાચીયાઓની પરેશાની વધારે રહે છે. તેમાય અભણ માછીમારો દ્વારા ભુલથી બોડરની આજુબાજુ પહોંચી જવાથી તેઓનું અપહરણના બનાવો ખુબ જ બને છે. હમણા આઠ દિવસ પહેલા નવ નીતિ નામની માછીમારી બોટ ઓખા બંદરેથી માછીમારી કરવા નિકળી હતી. ત્યારે બોર્ડર નજીક ખલાસીઓના પાસ, બોટ રજીસ્ટ્રેશન ફાઈલો તથા કિંમતી માલો લુટી લેવાયા હતા. હજુ આ બનાવની સાહી સુકાઈ ન હતી ત્યાં તારીખ નવ સોમવારના ઓમકાર આઈ.એન.ડી. જી.જે.૧૧ એમ.એમ.૧૩૭૯૧ નામની બોટ સાત ખલાસી સાથે પાક સરહદથી બે કિ.મી. નજીક ભુલથી આવી જતા પાકિસ્તાન ચાંચીયાઓ દ્વારા લુંટ ચલાવાય હતી. જેમાં તમામ ખલાસીઓના મોબાઈલ ફોન, ખલાસી પાસ, બોટના ડોકયુમેન્ટ, માછીમારી કિંમતી માલ સાથે ટીવી, વી.એચ.એફ. જેવા કિંમતી સાધનોની લુંટ ચલાવાય હતી અને ત્યારબાદ બે કલાક રાખ્યા બાદ છોડી મુકયા હતા. જે બોટ અને ખલાસીઓ આજરોજ ઓખા બંદરે આવી પહોંચી હતી.જેની જાણ ઓખા માછીમારી બંદર પરથતા માછીમારો તથા વેપારીઓમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ ઓમકાર બોટ આ વર્ષે જ નવી બનાવાય હતી. આ લેટના બનાવથી બોટ માલિકને લાખોની નુકસાની થઈ હતી.