ઓખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ૧૦૮ ના ડોકટરો પણ જોડાયા
પર્યાવરણ દિવસ નીમીતે ઓખા કોસ્ટગાર્ડ જવાનો સાથે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર અને ૧૦૮ના ડોકટરો તથા સ્ટાફે પર્યાવરણ બચાવા વિશે વૈશ્વિક જાર્ગતી લાવવા ખાસ વૃક્ષા રોપણની ઝુબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં પ૦૦ જેટલા રોપાઓ લગાવામાં આવ્યા અને પર્યાવરણ બચાવવા નવીનીકરણીય ઉર્જા પર ભાર મુકતા તેનું મહત્વ અને આવષ્યકતા પર વિશેષ ચર્ચાઓ કરી હતી. પ્રદુષીત હવા અને વાયુ પર્યાવરણને સૌથી વધારે પ્રદુષીત કરે છે. તેથી પ્રદુષીત વાયુ છોડતા વાહનો અને ઇલકેટ્રીક ઉપકરણો ન ચલાવવા અનુરોધ કર્યો હતો.