૪૦ કિ.મી. વિશાળ બેટમાં મનફાવે ત્યાં જેટી લંગારી દેવામાં આવે છે: યાત્રિકોની તપાસ કરવાની પણ તસ્દી લેવાતી નથી
કાશ્મીર ફરી એક વખત નર્કાગાર બન્યું છે. યાત્રિકો પર થયેલા ત્રાસવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ કરી દેવામાં આવેલ છે અને તમામ સંવેદનશીલ વિસ્તારો અને દરીયાકાંઠાની સમીક્ષાઓ કરી સુરક્ષાને લોખંડી બનાવી છે. ત્યારે સૌરાષ્ટ્રના ઓખા મંડળનો દરીયા કિનારો રેઠો પટ જણાય છે. અહીં સુરક્ષાની અનેક ખામીઓ જોવા મળે છે. અહીં દેશનું પ્રથમ કક્ષાનું પ્રાકૃતિક બારમાસી ઓખા પોર્ટનો દરીયા કિનારો અસલામત જોવા મળે છે. અહીં કોઈ બી નાના-મોટા જહાજો બેરોકટોક અવર જવર કરી શકે છે. અહીં હજારોની સંખ્યામાં આવતી માછીમારી બોટો ઓખા મંડળના વિશાળ દરિયા કિનારા પર મન ફાવે ત્યાં લંગારી શકે છે. અહીં આવેલ ૪૦ કિ.મી.ના વિશાળ બેટ યાત્રાધામ ટાપુ પર અનેક બોટો અને જહાજો ગમે તે જગ્યાએ લંગારેલા નજર આવે છે.
અહીં ઓખા બેટ જેટી પર આવતા હજારો યાત્રિકો પ્રવાસીઓની બેરોકટોક આવન-જાવન જોવા મળે છે. અહીં કોઈ યાત્રિક કે પ્રવાસીને ચેક કરવાની પણ તસ્તી લેવાતી નથી. આટલી મોટી જેટી પર એક પણ સી.સી.કેમેરો લગાડેલ નથી. અત્યારે હાઈ એલર્ટ વચ્ચે થોડા સમય માટે હથિયારધારી કમાન્ડો તૈનાત કરાશે અને સુરક્ષાના નામે ચેકીંગના નાટકો કરી ચાલતી પકડશે. આવી જ હાલત દ્વારકા યાત્રા ધામની છે. અહીં દ્વારકા ‚પણ માછીમારી બંદર પર અસામાજીક તત્વોનો અડો બની ગયો છે. અહીં દરીયા કાંઠે અનેક અનધીકૃત બાંધકામો થયા છે અને થાય છે.
અહીંના ભુમાફીયાઓનો આતંક જોવા મળે છે. હમણા જ પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ‚પાણી સાહેબે ઓખા બેટ વચ્ચે ૭૦૦ કરોડના પુલ બનાવવાની લોલી પોપ અપી તેઓ ૫૦ ૩૦ કિ.મી. દુર દ્વારકાથી જ જાહેરાત કરી તેઓએ પણ ઓખા બેટ સાથે ઓખા મંડળના ૪૨ ગામોની સાચી પરિસ્થિતિ જાણ્યા વગર ત્યાંથી ચાલતી પકડી હતી. ઓખા મંડળમાં દેશની લશ્કરીની ત્રણે પાંખો વચ્ચે સુરક્ષાની આ હાલત રહી તો સૌરાષ્ટ્ર પણ બીજા કાશ્મીરમાં ફેરવાતા વાર નહીં લાગે.