યાત્રાધામ ઓખા બેટમાં ગાયો-ભેંસો સારવારના અભાવે પીડાતી જોવા મળે છે
ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા જીલ્લાની બેટ દ્વારકા ગામમાં એકમાત્ર પશુ દવાખાનું આવેલ છે. જે દવાખાનું છેલ્લા ૧૫ વર્ષથી ખંડેર બનતું જાય છે. સાગરના પાણી વચ્ચે આવેલ આ ટાપુમાં આશરે ૨૦ થી ૨૫ હજાર ગાય-ભેંસ તથા અન્ય પશુઓ વસવાટ કરે છે. જયારે પણ પશુઓ સામાન્ય બિમારીમાં પણ સારવાર મળતી નથી ત્યારે બેટ ગૌસેવા મંડળના યુવાનો દ્વારા પશુઓની સારવાર પોતાના સ્વ ખર્ચે કરે છે. મામલતદાર, કલેકટર તથા ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવા છતાં કોઈ જ કામગીરી થતી નથી. આ દવાખાનામાં ડોકટરો નીમાયેલા હોય પગાર લેતા હોય છતાં હાજર રહેતા નથી. સારવાર કેન્દ્રની હાલત ખંડેર બની છે. ચારે કોર બાવળના જંગલ બની ગયા છે. ફર્નિચર તથા છતો પણ તુટી ગઈ છે. અહીં અનેક રજુઆતો છતાં છેલ્લા ૧૫ વર્ષથી આ દવાખાનું માંદગીના બિછાને પડેલ છે. પશુધન પણ લુપ્ત થતું જોવા મળે છે.સારવાર ન મળતા અનેક ગાયો મોતને ભેટે છે. જે આ બેટ દ્વારકા યાત્રાધામની મોટી ક‚ણતા કહેવાય.