Okha: ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષ દરમ્યાન ગૌમાતાની સેવા અને દાનપુણ્યનું હિન્દુ ધર્મમાં સવિશેષ મહત્ત્વ છે. તેથી દાનપુણ્ય માટે શ્રેષ્ઠ ગણાતા શ્રાદ્ધ પક્ષમાં ઓખાના યુવાનો દ્વારા પુણ્યનું ભાથું બાંધવા વિવિધ માધ્યમોથી ઓખા મંડળ દ્વારા પંથકભરમાં અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેમાં ઓખા ગામમાં આવેલ સદીયો પુરાની કૃષ્ણ પાંજરાપોળ (ગૌશાળા)ના યુવાન કાર્યકરો દ્વારા શ્રાદ્ધ માસમાં ગાયોની અનોખી રીતે સેવા કરવામાં આવે છે.
જેમાં તેત્રીસ કરોડ દેવીદેવતાનો જેમાં વાસ છે તે ગૌ માતા ગૌવંશને શ્રાધ્ધ દરમ્યાન દરરોજ આશરે ચાર થી પાંચ હજાર જેટલાં લાડુઓને જમાડી તેના દ્વારા ગૌસેવાનો અનોખો સેવાયજ્ઞ છેલ્લાં ત્રણ દાયકાથી ચલાવવામાં આવે છે.
આ સેવાયજ્ઞને સ્થાનીય સંસ્થાની ગાયોથી શરૂ કરી આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ સેવા અપનાવાઈ છે. આ વર્ષે પણ શ્રાદ્વના દિવસોમાં લાડુમાં ઘઉં, તેલ, ગોળ, ભુસો, ગાયો માટે વિટામીનયુક્ત દવાઓ સાથે તૈયાર કરવામાં આવે છે જેમાં ધૂળ ન લાગે તે માટે એક એક લાડુને કાગળમાં પેક કરી ગાયોને ખવડાવવામાં આવે છે. ઓખામાં ચાલતા આ અનોખા સેવાયજ્ઞમાં સ્થાનીય યુવાનો, વડીલો, બાળકો વર્ષોથી સ્વૈચ્છાએ સેવા આર્પી ઘરે ઘરે આ સેવાયશને પહોંચાડયો છે. ત્યારે અહીં આ ગૌ શાળાના યુવા પ્રમુખ સહદેવસિંહ પબુભા માણેકે યુવાનોના આ કાર્યને બિરદાવ્યુ હતુ…
હરેશ ગોકાણી