ગુજરાતના ૧૬૦૦ કિમી લાંબા દરિયાકિનારે ફિશીંગ બોટમાં જતા ખલાસીઓને અવાર નવાર દરિયાની મુસીબતોનો ભોગ બનતા હોય છે ત્યારે વડોદરાના એક સાહસિક કયાકીંગ બોટ નાની હોડી ઉપર ગુજરાતના ૧૬૦૦ કિમીની યાત્રાએ નિકળેલ ત્યારે ઓખામાં તેમનું સ્વાગત સન્માન કરવામાં આવેલ. ભારતમાં ઓછી પ્રસિઘ્ધ થયેલ અને વિદેશોમાં ખુબ જ સારી લોકપ્રિય એવી કયાકીંગ કે જેમાં એકથી બે વ્યકિત માંડ બેસી શકે છે.
હલેસા મારીને તેને ચલાવવાની હોય છે ત્યારે આવી હોડી લઈને ૧૨૦૦ કિ.મી.ની સાહસિક યાત્રાએ નીકળેલ વડોદરાનો દેવાક ભુપેન્દ્રભાઈ ખરોચ સ્વચ્છ ભારત, સ્વચ્છ ઈવેન્ટની સાથો સાથ વોટર સ્પોર્ટસના પ્રમોશનના હેતુથી આયોજન કરી નીકળેલ છે ત્યારે ઓખા આવતા ઓખાના ઉધોગપતિ સ્ટાર હોટલના માલિક સુલેમાનભાઈ પાસ્તા સાથે ઓખા વેપારી અગ્રણીએ તેમનું સ્વાગત સન્માન કરવામાં આવેલ. સમુદ્રી તરણ સ્પર્ધામાં દર વખતે રેસ્કયુ ટીમમાં જોડતા દેવાંકભાઈ ગુજરાતના કાંઠા વિસ્તારના ગામ લોકોના સાથ સહકાર બદલ ખુબ જ આભાર માન્યો હતો.