પરીક્ષાર્થીની ડિજિટલ વોચમાં આખી ફિઝિકસની બૂક સ્ટોર થયેલી હતી: ચેકીંગ સ્કવોર્ડે પકડયો.
લ્યો કરો વાત પરીક્ષામાં ચોરી પણ હવે ડિજિટલ થવા લાગી છે !!! આ ડીજીટલ ચીટીંગમાં છાત્રોએ પહેરેલી વોચમાં જ બધા ઉત્તરો હોય છે.
અત્યારે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. તેન અંતર્ગત ધોરણ ૧૨ સાયન્સમાં ફિઝિકસન પેપરમાં અમુક પરીક્ષાર્થીઓએ ડિજિટલ વોચમા સંભવિત પ્રશ્ર્નોના જવાબ લઈને ગયા હતા. એક સમયે પરીક્ષાર્થીએ હાથમાં ઉત્તરો લખીને કે ‚માલમાં ઉત્તરો લખીને અગર ચીઠ્ઠીમાં ઉત્તરો લખીને લઈ જતા હવે એ ભૂતકાળની બિના બની ગઈ છે. હવે પરીક્ષામાં ચોરી અથવા ચીટીંગ પણ ડીજીટલ થઈ ગયું છે.
સાબરકાંઠા જીલ્લાનાં તલોદ નામના ગામની સી.ડી. પટેલ સ્કૂલમાં ડીજીટલ વોચમાંથી ઉત્તરોની કોપી કરતા પરીક્ષાર્થીઓ નવીન વેલજી પાટીદારને ચેકીંગ સ્કવોડના અધિકારીઓએ ઝડપી લીધો હતો. આ પરીક્ષાર્થી પોતાની ડીજીટલ વોચમાંથી કઈક ટાઈપ કરતો હતો ત્યારે જ ચેકીંગ સ્કવોડના અધિકારીઓએ ઝડપી લીધો હતો.
ચેકીંગ સ્કવોડના એક અધિકારી મીત મહેતાએ જણાવ્યું હતુ કે આ પરીક્ષાર્થીની ડીજીટલ વોચમાં આખી ને આખી ફિઝિકસની બૂક સ્ટોર થયેલી હતી ડીઈઓ આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે આ પરીક્ષાર્થી સામે કોપી કેસ કરવામાં આવ્યો છે. અને તેની સામે પગલા લેવાશે. હવે ચેકીંગ સ્કવોડે આવી ડીજીટલ ચીટીંગ પર પણ ધ્યાન દેવાનું શ‚ કર્યું છે.