યતિન ઓઝાની ‘બુમ’ ચુપ કરી દેવાઇ
બાર અને બેન્ચ વચ્ચે વિવાદ અંગે જ્યુડીશ્યલ દ્વારા પ્રથમ વખત સતાનો ઉપયોગ કરવામાં આવ્યો
ધનવાનોને ઝડપથી ન્યાય અને સામાન્ય પ્રજાને ન્યાયમાં થતા વિલંબ સામે ટીપણી કરવાનું ભારે પડયું
ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ યતિન ઓઝાએ જયુડીશ્લ વેચાઇ ગયા અંગેની કરેલી ટીપણીતી બાર અને બેન્ચ વચ્ચે સર્જાયેલા વિવાદ બાદ જ્યુડીશ્યલ દ્વારા સૌ પ્રથમ વખત સતાનો ઉપયોગ કરી યતિન ઓઝાનું સિનિયર કાઉન્સીલ પદ છીનવી તેમની ‘બુમ’ને ચુપ કરી દેવામાં આવતા વકીલોમાં આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટ એસોસિએશનના પ્રમુખ અને હાઇકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રી યતિન ઓઝાએ ફેશબુક લાઇવ વીડિયોમાં ન્યાયધિશો વિરૂધ્ધ કરેલી વિવાદાસ્પદ ટીપણી અંગે હાઇકોર્ટના જજીસો દ્વારા યતિન ઓઝાનું સિનિયર ધારાશાસ્ત્રી પદ છીનવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
યતિન ઓઝાએ લોક ડાઉન દરમિયાન હાઇકોર્ટ રજીસ્ટ્રી સામે મેટર ફાઇલ કરવા બાબતે કેટલાક આક્ષેપ કર્યા હતા. જેમાં ધનવાન લોકોના કેસ ઝડપી ચલાવવામાં આવે છે જ્યારે સામાન્ય માણસને ન્યાય માટે રાહ જોવી પડતી હોવાનું કહી કોર્ટમાં કોઇ પણ મેટર દાખલ કરવા માટે બિલ્ડર અથવા કંપનીના માલિક હોવા જોઇએ કહી રજીસ્ટ્રીને નિશાન બનાવી હાઇકોર્ટના વહીવટી વિભાગ સામે કેટલાક વિવાદાસ્પદ પ્રશ્ર્નો કરી વિવાદ સજર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટ અધિનિયમ ૨૦૧૮માં બનાવવામાં આવેલા આટિકલ્સ ૨૬ મુજબ યતિન ઓઝાને વરિષ્ટ એડવોકેટનું પદ આપવામાં આવ્યું હતું. યતિન ઓઝાએ હાઇકોર્ટના જજીસો સામે બેજવાબદાર અને સખ્તાઇ પૂર્વક કરવામાં આવેલા આક્ષેપોને હાઇકોર્ટે અપવાદ ગણી ખંડપીઠ સમક્ષ મોકલવામાં આવ્યા હતા. જસ્ટીશ સોનિયા ગોકાણી અને જસ્ટીશ એન.વી.અંજારીયાની બનેલી બેન્ચે આ અંગે નિરિક્ષણ કર્યુ હતું.
યતિન ઓઝાએ કરેલી ટીપણીથી હાઇકોર્ટની પ્રતિષ્ઠા અને ગરીમાને ગંભીર નુકસાન પહોચડવાનો પ્રયાસ કર્યો છે. તેથી સ્વતંત્ર ન્યાયતંત્ર પર સંપૂર્ણ વહીવટી છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે. યતિન ઓઝાએ કરેલા આક્ષેપથી વહીવટી પાંખ સામે નિરાસાજનક અસર થઇ શકે તેમ હોવાનું ડિવિઝન બેન્ચ દ્વારા ઠરાવવામાં આવ્યું છે. ભારતીય બંધારણના આટિકલ ૨૧૫ હેઠળ આપવામાં આવેલી સત્તાના ઉપયોગમાં આ અદાલત સામેના આક્ષેપની કલમ ૨(સી) અર્થમાં તેને અદાલતનું ગુનાહીત અપમાન ગણી યતિન ઓઝાનું સિનિયર કાઉન્સિલ પદ છીનવી લેવામાં આવ્યું છે.
યતિન ઓઝા સામે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા કરાયેલી કાર્યવાહીના સમગ્ર રાજયના ધારાશાસ્ત્રી દ્વારા રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે ટૂંક સમયમાં ઘેરાપ્રત્યાઘાત પડે તેમ હોવાનું બારના સુત્રો જણાવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટ વિશે અપમાનજનક ટ્વિટ કરનાર પ્રશાંત ભૂષણ સામે સુઓ મોટો રીટ
ટ્વિટર પર તેમજ મીડિયા સમક્ષ નિવેદનોના લીધે અવારનવાર વિવાદમાં રહેતા સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે સુઓ મોટો ક્ધટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી ન્યાયપાલિકા માટે અપમાનજનક ટ્વિટ કરવાના બદલવામાં કરવામા આવી છે. કોર્ટે દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે. જ્યાં કથિત રીતે પ્રશાંત ભૂષણે અપમાનજનક ટ્વિટ કર્યું હતું. આ મામલે આજે જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચમાં સુનાવણી થશે. છેલ્લા થોડા સમયથી પ્રશાંત ભૂષણ ન્યાયપાલિકા અંગે લગાતાર નિવેદન કરતા રહ્યા છે. તાજેતરમાં જ પ્રવાસી શ્રમિકોના કેસ અંગે પણ કોર્ટની કાર્યવાહી પર ટિપ્પણી કરી હતી. ગત મહિને પ્રશાંત ભૂષણે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે ભારતમાં લોકતંત્રના વિનાશમાં ન્યાયપાલિકા ભાગીદાર છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કોર્ટે કયા ખાસ ટ્વિટ સામે આ કાર્યવાહી શરૂ કરી છે.