સર્દીમાં ખૂબ ગુણકારી તેવું આ નિલગિરી જેનો ઉપયોગ દરેક અનેકવાર કરતાં હોય છે. પરંતુ સર્દીમાં તો ખરી પણ સાથે તેનો ઉપયોગ જો તમારી દિનચર્યામાં અલગ-અલગ નાની મોટી વસ્તુમાં કરવા આવે તો તેના કારણે તમારા સ્વાસ્થ્યને થશે અમુક ખાસ લાભ. આ નિલગિરી તે મુખ્ય રીતે સ્વાસ્થ્ય અને તમારી ત્વચા માટે ખૂબ ગુણકારી બની શકશે. તો સુંદરતાના સવાલો તેમજ સ્વાસ્થ્યની સંભાળ બન્ને માટે આ ખૂબ ઉપયોગી બની શકશે.
નાહવામાં ઉમેરો
દરરોજ દિવસમાં ગુલાબ જળ તેમજ નિલગિરીના બે-ત્રણ ટીપાં નાખો આ બન્ને તે તમારી ત્વચાને ખાસ ફાયદા આપશે. નિલગિરી તે માનસિક તણાવને દૂર કરી શકશે. સાથે તેનાથી નાહવાથી તમારી સ્નાયુના દુખાવામાં રાહત આપી શકશે.
હાથ-પગ પર લગાવો
દિવસમાં એક બે વાર નિલગિરીનું તેલ હાથ-પગ પર લગાવો તેનાથી તમને ઘણી રાહત મળશે. સાથે તેને મસાજમાં પણ ઉપયોગ કરો તેનાથી તમે રિલેક્સ લાગશે. તો એકાદવાર અઠવાડિયામાં નિલગિરીના તેલનું મસાજ કરો.
શેવ બાદ ઉપયોગ કરો
દરેક છોકરાઓ આજ કાલ અનેક પ્રકારની દાઢી રાખતા થઈ ગયા હોય છે. ત્યારે નિલગિરી અને લવન્ડરના તેલનો ઉપયોગ સાથે તમે દાઢી કર્યાબાદ કરો તેના કારણે તમારા ચેહરા પર રહેલા અને ખીલ તેમજ દાઢી કર્યાબાદ તેનો ઉપયોગ તમારી ત્વચાને પણ ફાયદો આપશે. તેનો ઉપયોગ વધતાં ખીલને પણ દૂર કરવામાં ઉપયોગી બની શકશે.
તો હવેથી સર્દી વગર પણ નિલગીરીનો આ રીતે ઉપયોગ કરો તેનાથી તમને અનેક સારા લાભ ઘરે બેઠા મળી શકે છે.