સાઇડના ખાદ્ય તેલના ભાવોમાં સ્થીરતા: લોકો કપાસિયા,મકાઇ, પામ અને સન ફ્લાવર તેલ તરફ વળ્યા
મગફળીની આવકમાં તોતીંગ ઘટાડો થવાના કારણે સિંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ફરી એકવાર સિંગતેલના ડબ્બાનો ભાવ 3000 રૂપીયાને પાર થઇ ગયો છે. હજુ ભાવ વધારો ચાલુ રહે તેવી સંભાવના પણ તેલીયા રાજાઓ વ્યક્ત કરી રહ્યા છે. સીંગતેલના ભાવમાં એકધારા વધારાના કારણે લોકો હવે સાઇડના ખાદ્ય તેલો તરફ વળી રહ્યાં છે.
મગફળીની આવકમાં ઘટાડો થવાના કારણે છેલ્લા ચાર દિવસથી સિંગતેલના ભાવમાં એકધારો વધારો થઇ રહ્યો છે. ડબ્બાના ભાવમાં 150 થી 190 રૂપીયા સુધીનો વધારો થયો છે. બ્રાન્ડેડ સિંગતેલના ડબ્બાના ભાવ આજે 3 હજાર રૂપીયાને પાર થઇ ગયા છે. જ્યારે અનામી બ્રાન્ડના સિંગતેલના ડબ્બાના ભાવ રૂા.2850થી રૂા.2980 બોલાય રહ્યાં છે.
સિંગતેલની સરખામણીએ કપાસિયા તેલ, મકાઇ તેલ, પામ તેલ અને સોયાબીન તેલના ભાવો ટકેલા હોવાના કારણે લોકો હવે સાઇડના ખાદ્ય તેવો તરફ વળ્યા છે. સિંગતેલમાં ઘરાકી ઓછી જોવા મળી રહી છે.