કપાસીયા,સીંગતેલ અને સનફલાવર તેલ પર વધુ પસંદગી: આગામી સમયમાં ભાવ વધવાની સંભાવનાથી અત્યારથી જ વિવિધ પ્રકારના તેલની ખરીદી શરૂ
માણસને જીવવા માટે ખોરાકની જરૂર પડે છે. માણસ તળીને, શેકીને અને બાફીને ખોરાક લઈ શકે છે. કોઈપણ ખોરાકને તળવા માટે તેલની જરૂર પડે છે. હાલ બજારમાં અનેક પ્રકારનાં ખાધતેલો ઉપલબ્ધ છે.આગામી સમયમાં તહેવારો આવતા હોય તેલની ડિમાન્ડ વધુ રહેશે તેમજ લોકો અત્યારથી જ તેલની ખરીદી શરૂ કરી દેશે અત્યારે કપાસીયા, મગફળી, સનફલાવર વગેરે જેવા તેલની ડિમાન્ડ વધુ છે. સુત્રોમાંથી જાણવા મળ્યામુજબ દેશમાં ખાધતેલની ઘટ્ટ હોય અન્ય દેશમાંથી તેલની આયાત કરવી પડે છે. સ્વાસ્થ્ય માટે વાત કરીએ તો કપાસીયા તેલ શ્રેષ્ઠ છે.
આપણા ચાર સ્વદેશી ઉત્પાદન મગફળી, તલ, સરસવ અને કોપરેલનું તેલ આરોગ્ય માટે બેસ્ટ: સમીર શાહ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે, હાલમાં ખાદ્ય તેલની પરિસ્થિતી એવી છે કે, આપણા દેશમાં ખાદ્ય તેલની મોટી ખાદ્ય છે. આપણે મોટી માત્રામાં ખાદ્ય તેલ આયાત કરવું પડે છે. ૨૦૦૮ની સાલમાં તેલના ભાવ ખૂબ જ વધી ગયા ત્યારની જે સરકાર હતી તેમને આયાત પરના તમામ રીસ્ટ્રીકશન ખોલી નાખ્યા હતા અને ઓપન જનરલ લાયસન્સ જેને જેટલું ખાદ્ય તેલ આયાત કરવું હોય તો છુટ આપી હતી તેને કારણે એવી પરિસ્થિતી સર્જાઈ હતી કે, આપણી જે સોર્ટફોલ ખાદ્ય છે. તેના કરતા વધારે ખાદ્ય તેલ આપણે આયાત કરીએ છીએ જેના કારણે ઘર આંગણે જે ખાદ્ય તેલનું ઉત્પાદન વધવું જોઈએ તે વધતું નથી. અત્યારની સરકાર હવે તતે બાબતે સીરીયસ છે તેને નેશનલ મીશન ફોર ઈડીબલ ઓઈલ તેવું પણ ફોર્મ કરવાની જાહેરાત કરી છે તે હજી કદાચ ફોમ યેલ ની.
આયાત ઘટે અને આપણી સેલ્ફ સફીસીયન્સી ધીમે ધીમે વધતી જાય તેવા પ્રયત્નો કરવા સરકાર અને અમે ઉત્સુકત છીએ આને કારણે ખેડૂતોને તો માર પડયો છે જે ઈડીબલ ઓઈલ ઈન્ડિસ્ટ્રીઝ હતી તે પણ બંધ થવાને આરે છે તેવું કહી શકાય. આયાત ઈનટેરો છે તે તે વખતના ખૂબ જ સસ્તા અને નબળા આવે છે. અમારા પ્રયત્નો અત્યારે એવા છે કે મગફળીનું તેલ એ હેલ્થ માટે સારું છે તે તેલની ખપત વધે દર વર્ષના ખાદ્યતેલનો વપરાશ જોઈએ તો અઢીસો ટનનો ઈન્ડિયાનો છે. મગફળીના ઉત્પાદનનું વધીને ૮ થી ૧૦ લાખ ટન થાય છે. સૌરાષ્ટ્રને જે તકલીફ નડે છે તે ૮ થી ૧૦ લાખ જ ટન ઉત્પાદન થાય છે તેનો યોગ્ય ભાવે નિકાલ ઈ શકતો નથી. તેને કારણે ખેડૂતો અને ઉદ્યોગકારોને અસર થઈ છે. છેલ્લા બે વર્ષથી એવું લાગે છે કે જે પબ્લીક મોટા પાયે મગફળીના તેલના વપરાશથી વિમુખ થઈ ગઈ હતી તે હવે ધીમે લોકો મગફળી તરફ વળ્યા છે. સરકારે બે વર્ષથી ટેકાના ભાવે ખરીદી ખૂબ જ મોટાપાયે કરીને ખેડૂતોને મદદ કરવાની ઘણી કોશિષ કરી છે.
તહેવારોને અને તેલના ભાવને કાંઈ જ લેવા-દેવા નથી આપણે ત્યાં નવો ક્રોપ ઓકટોમ્બર-નવેમ્બર મહિનામાં આવે ધીમે ધીમે તેની આવક થાય અને ઓગસ્ટ મહિનો આવે તો આપણે ત્યાં કાચા માલની મળતર ખૂબજ ઘટી જાય છે. દર વર્ષે લગભગ ભાવ વધે છે ત્યારે લોકો તેને તહેવાર સાથે જોડે છે. અત્યારે બારેમાસ બધા તેલો એટલા સસ્તા ભાવે મળે છે કે તહેવારોમાં તેલના તેમાં પણ મગફળીના ભાવ વધે તો કોઈના બજેટ વિખાઈ જાય તેવું નથી.
પહેલા કરતા લોકોને ક્ષમતા અને સ્પેન્ડીંગ કેપેસીટી ઘણી બધી છે. માલની અછતના કારણે ભાવ વધતા હોય છે તે સિવાય કોઈ પોલીટીકલ ફેકટર નથી. અત્યારે ૧૫૦ થી ૧૭૫ જેટલી મીલો ચાલું છે તે બધી જ નાફેડ પાસેથી ખરીદી કરી ને જ ચાલું છે. નાફેડનું વલણ પર સહકાર ભર્યું છે. જો કે સડેલો કે ડેમેજ થયેલો દાણો પિલાતો હોય તો તેના થી તેલ નબળું બને પરંતુ તેના ભાવઘેર પણ એટલો બધો હોય અત્યારે સીંગતેલની માર્કેટ ભાવ ૧૦ કિલોના રૂ.૯૫૦ થી ૧૧૦૦ સુધીના છે. ડબ્બાના ભાવ ૧૭૦૦ થી ૨૧૦૦ સુધીના છે. લોકો બધા જ ખાદ્ય તેલ જેમ કે કપાસીયા, પામોલીન, સનફલાવર સોયાબિન વગેરે આપે છે. હું લોકોને એ જ કહીશ કે રીફાઈન થયા વગરના તેલ ખાવા આરોગ્ય પ્રદ છે. આપણા જે ચાર સ્વદેશી ઉત્પાદન છે. મગફળી, તલ, સરસૌવ અને કોપરેલ તેલ આરોગ્ય માટે બેસ્ટ છે. સૌરાષ્ટ્રની આબોહવાને માફક આવે તે મગફળીનો પાક છે જે ડોકટર એવું કહેતા હોય કે સીંગતેલ ખાવાી હાર્ટને નુકશાન થાય છે તો તે ખોટું છે તે ડોકટરે સાચો અભ્યાસ કર્યો નથી.
બહારથી આયાત થયેલા તેલના ભાવ નીચા અને માંગ પણ સારી: રામભાઈ સોનવાણી
અબતક સાથેની વાતચીત દરમિયાન જવાહરલાલ એન્ડ સન્સ (દાણાપીઠ) રામભાઈ સોનવાણીએ જણાવ્યું હતુ કે અમે છેલ્લા ૩૦ વર્ષથી તેલના ધંધા સાથે સંકળાયેલા છીએ હાલમાં તેલની પરિસ્થિતિની વાત કરીએ તો ભાવ ઘણા વધેલા છે. બહારથી આયાત થયેલા તેલના ભાવ નીચા છે. અત્યારે ઈમ્પોર્ટેટ તેલની માંગ પણ સારી છે. હાલ કપાસીયાતેલનો ભાવ ૧૩૦૦ થી ૧૩૫૦ રૂ. છે સીંગતેલનો ભાવ ૧૮૫૦ થી ૧૯૫૦ રૂ. છે ખાધતેલની વાત કરીએ તો તેમ કપાસીયા તેલ નો વધારે ઉપયોગ થાય છે. તથા સીંગતેલ, સનફલાવર તેલ, મકાઈનું તેલ વગેરે તહેવારો આવે ત્યારે ભાવ વધુ હોય છે. પરંતુ સીઝન ન હોય ઓફસીઝન હોવાથી માલ ઓછો મળતો હોય છે હિસાબે ભાવ વધુ હોય છે બાકી તહેવાર છે અને ભાવ વધે તેવું હોતુ નથી. ઈમ્પોર્ટેટ તેલની વાત કરીએ તો સનફલાવર રિફાઈન તેલ, સોયાબીન રિફાઈન તેલ, કોન ઓઈલ પામોલીન તેલ વગેરે આવે તે બધાનાભાવ નીચા હોય છે. હાલના સમયે લોકો કપાસીયા, સીંગતેલ સાથે સનફલાવર, સોયાબીન તેલ લે છે. વધારે ડિમાન્ડ કપાસીયા તેલની છે.
સ્વાસ્થ્ય સારૂ રહેતુ હોય તેથી અમે કપાસીયા તેલ વાપરીએ છીએ: ગુલસનબેન
અબતક સાથેની વાતચીત દરમિયાન ગ્રાહક ગુલસનબેનએ જણાવ્યું હતુ કે અમે દાણાપીઠમાંથી જ બધી વસ્તુઓની ખરીદી કરીએ છીએ તેલની વાત કરીએ તો અમે કપાસીયા, તથા સીંગતેલ લઈએ છીએ તહેવાર વખતે તેલના ડબ્બાના ભાવ વધુ હોવાથી અત્યારે જ તેલના ડબ્બાની ખરીદી કરવા આવ્યા છીએ અમે કપાસીયા તેલ એટલે વધુ લઈએ છીએ કે તેનાથી સ્વાસ્થ્ય સારા રહે છે.
શુદ્ધ તેલ માટે લોકો રાષ્ટ્રીય શાળામાંથી તેલ લેવાનું પસંદ કરે છે: જીતુભાઈ ભટ્ટ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શાળામાં જે આપણી દેશી ધાણી પદ્ધતિ હતી. તેના પ્રમાણે ઘણા વર્ષોથી તેલનું ઉત્પાદન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી આ ઉત્પાદન બંધ હતું તે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. અહીંયાની ખાસિયત એ છે કે બજારમાં જે તેલ મળતું હોય છે તેમાં સરકારના નિયમ મુજબ ૩૦ થી ૩૫ % ભેળસેળ કરવામાં આવે છે. અહીંયા જે તેલ બનાવવામાં આવે છે તેલ શુદ્ધ દેશી ધાણીની પદ્ધતિ જે બળદ દ્વારા જે ધાણી ચાલતી તે જ ધાણી પરંતુ તેમાં ઈલેકટ્રોનીક મોટર મુકીને ચલાવીને ઉત્પાદન કરીએ છીએ. ખાસ કરીને સીંગનું તેલ એંરડિયાનું તેલ, ટોપરાનું તેલ, કાળા તલનું તેલ ઉપરાંત દર શિયાળામાં સાની પણ બનાવીએ છીએ.
બજારના ભાવ કરતા અમારે ત્યાં ભાવ ઘણા બધા વધુ હોય છે તેના કારણે છે. દા.ત. સિંગનું તેલ ૪૫૭ રૂ.કિલો આપીએ છીએ. કારણ કે દેશી ધાણીમાં તેલ કાઢવામાં આવે છે તેની અંદર પુરા પ્રેશરી તેલ ન નીકળે તેના કારણે ૧૦ થી ૧૨ ટકા તેલ ખોળની અંદર વેસ્ટ જતું હોય છે અને જ્યારે ઓઈલ મિલમાં નિકળે છે તેનો ઉતારો આ ધાણીના ઉતારા કરતા વધારે આવતો હોય છે. એટલે પ્રોડકશનની અંદર અમને મોંઘુ પડે તેને ધ્યાનમાં રાખીને અમારો ભાવ કિલોનો ભાવ રૂ.૪૭૫ સિંગના તેલનો છે. કાળા તલનો ભાવ રૂ.૪૭૫ તા સફેદ તલનો ભાવ રૂ.૪૫૦, એરડિયાનો ભાવ રૂ.૧૮૫, હેર ઓઈલ પર બનાવીએ છીએ. દેશી પધ્ધતિથી બનતું એર ઓઈલ બનાવીએ છીએ અને તેના પેકિંગ દ્વારા વેંચાણ પણ કરીએ છીએ અને તેનું વેંચાણ પણ સારું થાય છે. સામાન્ય રીતે ઘઉં લોકો લેતા હોય ત્યારે એરંડીયાનું શિયાળામાં કાળા તલનું તથા બારેમાસ સિંગતેલનું વેંચાણ થતું હોય છે. હાલના સમયમાં પણ લોકો રાષ્ટ્રીય શાળામાંથી તેલ લેવાનું પસંદ કરે છે તેની પાછળનું કારણ એ છે કે, અહીંયા શુદ્ધ તેલ મળે છે તમારી સામે જ ધાણીમાં તેલ બનાવવામાં આવે તથા પિલાણ કરવામાં આવે છે. લોકોને શુદ્ધતાનો આગ્રહ વધુ હોય છે. તેને ધ્યાનમાં રાખી લોકો રાષ્ટ્રીય શાળાનું તેલ વર્ષોથી અહીંયાથી જ લે છે વેપારીઓ જે રીતે સટ્ટો કરતા હોય તેના કારણે ત્યાં બજારમાં તેલના ભાવ સિંગતેલમાં કિલોએ રૂ.૧૦૦ વધારો યો છે પરંતુ અમે કર્યો નથી. અમે સંસકિય પ્રવૃત્તિ ચલાવીએ છીએ. તેથી સટ્ટાખોરી કરવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. એક જ ભાવ સાથે અને શુદ્ધતાએ અમારો મુખ્ય હેતુ છે.
લોકોને શુદ્ધ અને સાત્વીક તેલ મળી રહે. ખાસ કરીને આપણા લોકોને ખ્યાલ નથી હોતો કે જે પ્રોસેસ કરેલ તેલ છે. તેને અમુક ડિગ્રી પર ઉકાળવામાં આવતું હોય છે તે કારણે તેલની મુળભૂત તત્ત્વો હોય તેમાં ઝેરી તત્ત્વો ઉમેરાઈ જતા હોય તેને કારણે તે વધુ નુકશાનકારક હોય છે તે બજારમાં મળે છે. આપણું આ જે તેલ છે ધાણીનું તે તેલને કોઈ કિટ મળતી નથી. ગરમી ન મળતા તેની શુદ્ધતા વધુ સારી હોય છે તેને ખાવાથી કોલોસ્ટ્રોલ વધવાનો પણ પ્રશ્ન ઉભો નથી. અમારે ત્યાં તલનું સિંગતેલ, એરંડિયુ તા કોપરાનું સૌથી વધુ લોકો લેવાનું પસંદ કરે છે. અમારું વાર્ષિક ટનઓવર ગયા વર્ષનું કહું તો ૪૦ લાખનું તેલ વેંચ્યું હતું.
તહેવારોમાં તેલમાં ભાવ વધુ હોય લોકો અત્યારથી જ ખરીદી કરે છે: વિપુલભાઈ વસંત
અબતક સાથેની વાતચીત દરમિયાન સાંઈકૃપા ટ્રેડીંગના વિપૂલભાઈ વસંતએ જણાવ્યું હતુ કે ખાધતેલમાં કપાસીયા, મગફળીનું તેલ, સનફલાવર, મકાઈ, વગેરે તેલ આવે છે. અત્યારે કપાસીયા તેલ વધુ ચાલે છે. બીજા બધાની સરખામણીમાં અત્યારે રાણી કપાસીયાના ડબ્બાનો ભાવ ૧૩૧૦ રૂ. તથા સીગતેલમાં ૧૮૩૦ થી ૧૮૫૦નો ભાવ છે. તહેવાર સમયે તેલના ભાવ વધે છે. ત્યારે લોકો અત્યારથીજ ખરીદી કરતા હોય છે.