વાળમાં તેલ લગાવવાનો ફાયદા દરેક વ્યક્તિ પાસેથી સાંભળવામાં આવે છે. હકીકતમાં ઘણાં ફાયદાઓ પણ છે તેલ નાખવાથી વાળ ચમકે છે, તૂટેલા વાળ રીપેર થાય છે અને વાળ ઘાટા થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ઓઇલિંગના ઘણાં ગેરફાયદા પણ છે. જાણો શું છે નુકશાન જેને અત્યાર સુધી નજરઅંદાજ કરતાં હતા.
તમે વાળને મજબૂત કરવા માટે તેલ નાખો છો પણ જો વધારે સમય સુધી લગાળોતો તે નુકશાનકારક સાબિત થાય છે.
માથાની ત્વચા કેટલાક કુદરતી તેલ પેદા કરે છે, જેથી ત્યાં ભેજ રહે છે, જે સારું છે. પરંતુ લાંબા સમયથી વધારે તેલ રાખશો તો, ત્યાં વધુ ભેજ થય જાશે જેના કારણે ફીણ વળી જાય છે.
વાળ ધોતા પહેલા થોડા કલાકો પહેલા તેલ લગાળો, અથવા રાત્રે સૂતા હોય ત્યારે વાળ અને માથાની મસાજ કરો. અને સવારે જાગ્યા પછી ધોઈ નાખો . જો તમે આના કરતાં વધુ સમય માટે તેલ રાખી મૂકો છો, તો તે નુકસાન કરી શકે છે.
ઘણીવાર આ ભેજને લીધે ચહેરા પર ખીલ અને ફોલ્લીઓ થાય છે. માથા પર તેલ નાખવાથી ઘણી વખત ચહેરા પર લાગી જાય છે જેથી ગંદકી ભેગી થાય છે જે ખીલ પેદા કરે છે.
વાળમાં તેલ નાખવા માટેનો સમય નક્કી કરવો જોઈએ, તેનું કદ પણ નિશ્ચિત હોવું જોઈએ. ખૂબ તેલ લગાળવાથી પણ નુકસાન થાય છે.